જો યંગ એજમાં જ બેકાળજી રાખશો તો ત્વચા વધુ જલદી ખરાબ થઈ જશે. ભલે તમને કોરિયન મ્યુઝિક બૅન્ડ BTSના પૉપ્યુલર સિંગર વી જેવી ગ્લાસ સ્કિન મેળવવાની ઝંખના ન હોય
પ્રતીકાત્મક તસવીર
ભારતીય પુરુષો પોતાની ત્વચા માટે બહુ બેદરકાર હોય છે. જો યંગ એજમાં જ બેકાળજી રાખશો તો ત્વચા વધુ જલદી ખરાબ થઈ જશે. ભલે તમને કોરિયન મ્યુઝિક બૅન્ડ BTSના પૉપ્યુલર સિંગર વી જેવી ગ્લાસ સ્કિન મેળવવાની ઝંખના ન હોય, પરંતુ તમે હેલ્ધી અને સ્મૂધ સ્કિન જાળવી શકો એ માટે થોડીક કાળજી જરૂર રાખી શકો
વિશ્વવિખ્યાત કે-પૉપ બૅન્ડ BTSનો સિંગર વી તેની સિન્ગિંગ ટૅલન્ટ માટે તો જાણીતો છે જ પણ તેની સ્મૂધ ફ્લોલેસ ગ્લાસ સ્કિનના લોકો દીવાના છે. ભારતમાં પણ તેની પૉપ્યુલારિટી ઓછી નથી. વીને જોઈને મોટા ભાગના પુરુષોને સવાલ થતો હશે કે તેના જેવી પિમ્પલ-ફ્રી ગ્લાસ સ્કિન મેળવવા શું કરવું જોઈએ ત્યારે કોરિયન સ્કિનકૅર બિગિનર્સ માટે કામની ચીજ સાબિત થઈ શકે છે. ઑઇલી સ્કિન અને પિમ્પલ્સની સાથે છાશવારે સ્કિન રૅશીઝ અને ડલ સ્કિનની સમસ્યા હોય એવા પુરુષોએ કોરિયન સ્કિનકૅર અજમાવી જોવી જોઈએ.
ADVERTISEMENT
ભારતીય પુરુષોની સ્કિન થોડી જાડી અને ઑઇલી હોય છે તેથી આવી સ્કિન પર પિમ્પલ કે બ્રેકઆઉટ થાય તો એને હૅન્ડલ કરવું થોડું અઘરું બને છે, પણ કોરિયન સ્કિનકૅર ત્વચાને વધુ ઑઇલી બનાવવા કરતાં આ સમસ્યાને ઉકેલે છે. ઓછી પ્રોડક્ટ્સમાં વી જેવી ગ્લાસ અને સ્મૂધ સ્કિન ફક્ત પાંચ સ્ટેપ્સમાં મેળવી શકાય છે. આ સ્કિનકૅર ડેઇલી રૂટીનમાં અપનાવવાથી રિઝલ્ટ સારું આપશે.
ક્લેન્ઝિંગ : ચહેરા પરની ગંદકી અને ઑઇલીનેસને દૂર કરવા માટે સૌથી પહેલાં ક્લેન્ઝરથી સ્કિન સાફ કરવી જોઈએ. જો કોઈ પુરુષની સેન્સિટિવ અથવા ડ્રાય સ્કિન હોય તો વૉટર બેઝ્ડ ક્લેન્ઝર ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરશે. ક્લેન્ઝિંગ સવારે અને રાત્રે સૂતાં પહેલાં કરવું જોઈએ જેથી પિમ્પલ થવાના ચાન્સિસ ઓછા રહે.
એક્સફોલિએટ : સૉફ્ટ અને ફ્લોલેસ સ્કિન મેળવવા માટે એક્સફોલિએશન બહુ મહત્ત્વપૂર્ણ હોય છે. એક્સફોલિએટ કરવાથી ડેડ સ્કિન દૂર થાય છે અને ઓપન પોર્સની સમસ્યાથી પણ છુટકારો મળે છે. આ સાથે ત્વચાનું ડીપ ક્લેન્ઝિંગ કરે છે. સ્ક્રબ વડે હળવા હાથે ૩૦ સેકન્ડ સુધી ચહેરા પર સર્ક્યુલર મોશનમાં મસાજ કરવો અને પછી નવશેકા પાણીથી મોઢું ધોઈ નાખવું. આ પ્રક્રિયા અઠવાડિયામાં એક કે બે વાર જ કરવી.
ટોનર : ટોનરનું કામ સ્કિનને પોષણ આપવાની સાથે એને મૉઇશ્ચરાઇઝ કરવાનું છે. એ ત્વચાનો નૅચરલ ગ્લો જાળવી રાખે છે. આમ તો ટોનર અપ્લાય કરવાની પ્રક્રિયા ઑપ્શનલ છે, પણ જો એને રૂટીનમાં ઍડ કરવામાં આવે તો એ ત્વચાના ઓપન પોર્સની સમસ્યાથી છુટકારો આપીને ગ્લાસ સ્કિન ઇફેક્ટ આપશે. ગ્રીન ટી અને ઍલોવેરાનું ટોનર ત્વચાને હાઇડ્રેટેડ રાખવાની સાથે એને રક્ષણ આપવાનું પણ કામ કરશે. તેથી ક્લેન્ઝિંગ બાદ ટોનર લગાવવું જોઈએ.
સિરમ : સિરમમાં રહેલું હાઇડ્રોલિક ઍસિડ સ્કિનમાં રહેલા હાઇડ્રેશન સંબંધિત પ્રૉબ્લેમ્સ સામે લડવાની સાથે સ્કિનનું ટેક્સ્ચર ઇમ્પ્રૂવ કરવામાં મદદ કરશે. સિરમ લાઇટવેઇટ હોવાથી ત્વચા પર અપ્લાય કરવામાં આવે તો એનાથી ગ્લો વધશે અને જળવાઈ રહેશે.
મૉઇશ્ચરાઇઝ : આ ચારેય સ્ટેપ બાદ ચહેરા પરનું મૉઇશ્ચર જળવાઈ રહે એ માટે છેલ્લે કોઈ પણ લાઇટવેઇટ મૉઇશ્ચરાઇઝર અપ્લાય કરવું. ત્યાર બાદ SPF 30 અથવા એના કરતાં વધુ હોય એવું સનસ્ક્રીન લોશન લગાવવું જેથી સ્કિનને સન ડૅમેજથી બચાવી શકાય. આ સ્ટેપ્સ પુરુષોને ગ્લાસ સ્કિન મેળવવામાં કારગર સાબિત થશે