આજકાલ સોશિયલ મીડિયા યુગમાં, સમગ્ર વિશ્વ સ્માર્ટફોનમાં સમાઈ ગયું છે, અને લોકોમાં આંતરરાષ્ટ્રીય વાનગીઓ પ્રત્યે જ્ઞાન અને આકર્ષણ વધ્યાં છે. વિવિધ દેશોની વાનગીઓ ભારતીયોના સ્વાદરસમાં ભળી ગઈ છે, અને હવે ભોજનશૈલીમાં કોરિયન વાનગીઓના ટ્રેન્ડમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2020થી બહુ પ્રચલિત બનતા આ ટ્રેન્ડનું મુખ્ય કારણ છે કે-ડ્રામા અને કે-પૉપ જેવા કોરિયન સંસ્કૃતિના પ્રભાવ, ખાસ કરીને યુવાનોમાં. બેંગટન બોયઝ (BTS) અને બ્લૅકપિંક જેવા પૉપ્યુલર ગ્રૂપ્સના ગીતો અને શોઝમાં કોરિયન વાનગીઓના ઉલ્લેખ સાથે "રામેન" અથવા "રામ્યાન" અને "કિમ્ચી" જેવી વાનગીઓ વારંવાર દર્શાવાતી હોય છે, જેનાથી દર્શકોને આ વાનગીઓમાં રસ પડવા લાગ્યો છે અને તેમની સમજણ વધી છે.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)
07 June, 2024 05:48 IST | Mumbai | Chirantana Bhatt