Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Skin Care

લેખ

પ્રતીકાત્મક તસવીર

રોઝ વૉટર - ટોનર એક, ફાયદા અનેક

સ્કિનને હેલ્ધી રાખવા માટે યંગ એજથી ટોનર લગાવવાની સલાહ અપાતી હોય છે ત્યારે બેઝિક ટોનરનું કામ કરતા રોઝ વૉટરમાં એવી પ્રૉપર્ટીઝ છે જે ત્વચાને અઢળક ફાયદા આપે છે : કાકડીનું, ગ્રીન ટીનું અને રાઇસ વૉટરનું ટોનર પણ સ્કિન માટે સારું છે અને ઘરે બનાવી શકાય છે.

17 April, 2025 01:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રદ્ધા કપૂર

બૉટોક્સે બગાડી નાખી શ્રદ્ધાની બ્યુટી?

શ્રદ્ધા કપૂર છેલ્લા કેટલાક સમયથી તેની બૉટોક્સ સર્જરીને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં શ્રદ્ધાએ જ્યારે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી ત્યારે તેની વાઇરલ થયેલી તસવીરોમાં તેના ચહેરામાં થયેલા ફેરફાર સ્પષ્ટ નજરે ચડે છે.

17 April, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મધ

ઉનાળામાં મધ આપશે તમને ઇન્સ્ટન્ટ એનર્જી

આમ તો મધ બારેમાસ ખાઈ જ શકાય છે, પણ ગરમીની સીઝનમાં ખાવાના અઢળક ફાયદા છે

16 April, 2025 07:40 IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર

કોકોનટ ઑઇલના ફેસમાસ્કથી મેળવો ગ્લોઇંગ સ્કિન

તમને કેમિકલવાળી સ્કિનકૅર પ્રોડક્ટ્સ યુઝ કરવાને બદલે ઘરગથ્થુ ઉપાયો અજમાવવા ગમે છે? તો તમે તમારી સ્કિનકૅર માટે નારિયેળના તેલના ફેસમાસ્કનો સમાવેશ કરી શકો છો.

11 April, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

પ્રતીકાત્મક તસવીર

ઘરે જ ફેશ્યલ કરીને મેળવો પાર્લર જેવો ગ્લો

પાર્લરમાં જઈને કેમિકલવાળી પ્રોડક્ટ્સથી ફેશ્યલ ન કરાવવું હોય તો તમે ઘરના રસોડામાં સરળતાથી મળી જતી કેટલીક બેઝિક નૅચરલ સામગ્રીનો ઉપયોગ કરીને ફેશ્યલ કરી શકો છો. સેવન-સ્ટેપ ફેશ્યલ કરીને તમે પાર્લરના ફેશ્યલ જેવો જ ગ્લો મેળવી શકો છો ઘરમાં નૅચરલ સામગ્રીનો ઉપયોગ કરીને ફેશ્યલ કરવાના અનેક ફાયદા છે. એનાથી તમારો ચહેરો ડીપ ક્લીન થાય છે. ત્વચા પરથી ગંદકી, ડેડ સ્કિન હટી જાય છે. ચહેરો કોમળ અને ચમકદાર બને છે. મહિનામાં એક વાર તમે આ રીતે ઘરમાં ફેશ્યલ કરી શકો છો. ઘરે ફેશ્યલ કરવા માટે અહીં જણાવેલાં સાત સ્ટેપ ફૉલો કરવાં જરૂરી છે. જો તમને ત્વચા સંબંધિત કોઈ સમસ્યા હોય કે અહીં જણાવેલાં કોઈ ઇન્ગ્રિડિયન્ટ્સની ઍલર્જી હોય તો ઘરે ફેશ્યલ કરવાનું ટાળો અથવા તો પહેલાં તમારા ડર્મેટોલૉજિસ્ટની સલાહ લઈને પછી જ આગળ વધો.

15 April, 2025 02:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હોળીનો તહેવાર

હૅવ અ સેફ હોલી

તમે ગમે એટલી તકેદારી રાખો પણ હોળી તહેવાર એવો છે કે સામા પક્ષેથી કોઈ આવીને રંગી જાય તો તમે રોકી ન શકો. કેમિકલયુક્ત રંગો પ્રત્યે લોકોની રુઝાન ઘટતી જાય છે એ પછીયે ચેતતો નર સદા સુખી. જાણી લો કે હોળીના નુકસાન કરી શકનારા કેમિકલયુક્ત રંગોથી તમારી સ્કિન, વાળ, આંખ, કાન, ફેફસાં વગેરે મહત્ત્વપૂર્ણ અવયવોનું રક્ષણ કેવી રીતે કરશો હોળીને ભરપૂર રીતે ત્યારે જ માણી શકાય જ્યારે એ સેફ્ટી સાથે રમવામાં આવે. હોળી રમ્યા પછી જો માંદા જ પડવાના હો તો હોળીની મજા એ માંદગી ખરાબ કરી શકે છે. હોળી પછી જો સ્કિન પર લાલ દાણા ઊભરી આવે કે હેરફૉલની તકલીફ વધી જાય કે આંખમાં ઇન્ફેક્શન થઈ જાય, કાનમાં ધાક પડી જાય કે પછી ઍલર્જી કે અસ્થમાના ઇશ્યુ આવી જાય તો એ હોળી હૅપી તો ન જ ગણી શકાય. એ માટે સૌથી પહેલો મહત્ત્વનો મુદ્દો એ છે કે રંગો પર ભલે વધુ ખર્ચો થાય પણ રંગો એકદમ ઑર્ગેનિક હોવા જરૂરી છે. ઘણા કહે છે કે અમે કેમિકલયુક્ત રંગો લેતા જ નથી, પણ આપણને એ જાણ નથી હોતી કે સસ્તા ગુલાલના નામે વેચાતા દેશી રંગોમાં પણ એટલું જ કેમિકલ નાખવામાં આવે છે. આજે સમજીએ કે જો તકલીફ વગરની એકદમ સેફ હોળી રમવી હોય તો શું ધ્યાન રાખવું જોઈએ. જાતને કવર-અપ કરીને જજોઆદર્શ રીતે કશું થાય અને એનો ઉપાય કરવો એના કરતાં સાવચેતી રાખવી જરૂરી, જેમાં આખી બાંયનાં અને ફુલ પગ ઢંકાઈ જાય એવાં કપડાં પહેરવાં. વાળ પણ એ રીતે કવર કરવા જેથી કાન પણ ઢંકાઈ જાય. આંખ માટે ગૉગલ્સ વાપરી શકો છો. એક્સપોઝર જેટલું ઘટાડશો એટલા ફાયદામાં રહેશો. ઍક્સિડન્ટથી બચવા માટે સરેન્ડર કરો એ બેસ્ટકોઈ રંગ લગાવવા આવે અને તમે રંગથી બચવા ભાગો એ જેટલું ફન લાગે છે એટલું જ રિસ્કી છે કારણ કે ભાગવાના ચક્કરમાં કશે વ્યક્તિ અથડાઈ જાય, પડી જાય કે વાગી જાય. આવા ઍક્સિડન્ટ ખૂબ જ સામાન્ય છે. બાળકોને ખાસ શીખવો કે કોઈ રંગ લગાવવા આવે ત્યારે એનો વિરોધ કરવાને બદલે ખુશી-ખુશી રંગ લગાવડાવે. આંખો અને મોઢું એકદમ ભીંસીને બંધ કરી રાખે જેથી રંગ અંદર ન જાય. પછી રંગ લૂછી નાખે કે એની મેળે જ ખરી જાય તો ચાલે. આ રીતે ઍક્સિન્ટથી બચી શકાય છે.

13 March, 2025 06:59 IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર

Wedding Special : મૉડર્ન દુલ્હા-દુલ્હનોની પસંદ પણ બની ગઈ છે મૉડર્ન

લગ્નની સીઝન આવી ગઈ છે ત્યારે લગ્નના કૉસ્ચ્યુમ્સથી લઈને હનીમૂન સુધીનાં કપડાંની ખરીદીમાં શું હોવું  જોઈએ? લગ્નના ડી-ડેના દિવસે બેસ્ટ લુક માટે લગ્નના બે મહિના પહેલાંથી શું કરવું જોઈએ? દુલ્હા-દુલ્હન બન્નેએ કઈ બાબતોની તૈયારી કરવી જોઈએ? ચાલો જાણી લઈએ…

04 December, 2023 04:00 IST | Mumbai | Rachana Joshi

વિડિઓઝ

વેદાંગ રૈનાએ યુવાનો માટે તેના સ્કિનકેર રહસ્યો શેર કર્યા

વેદાંગ રૈનાએ યુવાનો માટે તેના સ્કિનકેર રહસ્યો શેર કર્યા

જિગ્રા સ્ટાર વેદાંગ રૈના વ્યસ્ત શેડ્યૂલ સાથે તેની ત્વચાને કેવી રીતે ગ્લોઇંગ રાખે છે ? આ વિશિષ્ટ વિડિયોમાં, તે સાથી સેલિબ્રિટીઓ તરફથી મળેલી શ્રેષ્ઠ સ્કિનકેર સલાહ અને શેર કરે છે ઉપરાંત, વેદાંગ યુવાન પુરુષો માટે બનાવેલી કેટલીક વ્યક્તિગત સ્કિનકેર ટીપ્સ આપે છે. તેના મનપસંદ હેક્સ અને રહસ્યોને ચૂકશો નહીં !

28 September, 2024 11:52 IST | Mumbai
B for Beauty: RJ મહેક જણાવે છે સમર મેકઅપ ટિપ્સ

B for Beauty: RJ મહેક જણાવે છે સમર મેકઅપ ટિપ્સ

સુંદર તો બધાં જ હોય છે પણ સુંદરતાને જાળવા માટે આંતરિક અને બાહ્ય બંન્ને સ્તરે મહેનત તો કરવી જ પડે છે. આ મહેનતને ઇઝી બનાવવા માટે પેશ છે બી ફોર બ્યુટી વિથ RJ મહેક. મહેક તમને આપશે ઇન્ટ્રેસ્ટિંગ અને સરળ બ્યુટી ટીપ્સ. જાણીએ મહેક પાસેથી કે કઇ રીતે સુંદરતાનું મેઇન્ટેનન્સ સાવ સહેલું હોઇ શકે છે.

28 February, 2020 11:51 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK