આ પૃથ્વી પર માત્ર એક જ કુદરતી તત્ત્વ એવું વિદ્યમાન છે જે ઘન, પ્રવાહી અને ગૅસ એમ ત્રણેય સ્વરૂપે છે અને એ છે પાણી. સમગ્ર સોલર સિસ્ટમમાં પણ પૃથ્વી એક જ એવો પ્લૅનેટ છે જેના પર પાણી છે અને કદાચ એટલે જ માત્ર પૃથ્વી પર ‘જીવન’ છે.
આચાર્ય શ્રી ઉદયવલ્લભ સૂરિ ‘પર્ફેક્ટિંગ યુથ’ કૅમ્પેન થકી જૈન સમાજના યુવાનોમાં સંસ્કરણનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે
આ પૃથ્વી પર માત્ર એક જ કુદરતી તત્ત્વ એવું વિદ્યમાન છે જે ઘન, પ્રવાહી અને ગૅસ એમ ત્રણેય સ્વરૂપે છે અને એ છે પાણી. સમગ્ર સોલર સિસ્ટમમાં પણ પૃથ્વી એક જ એવો પ્લૅનેટ છે જેના પર પાણી છે અને કદાચ એટલે જ માત્ર પૃથ્વી પર ‘જીવન’ છે.
આ પૃથ્વીના ૭૦ ટકા હિસ્સાને પાણી કવર કરે છે છતાં પૃથ્વી પર જળની તંગીની વાતો ચાલે છે એનું કારણ શું? કારણ એ છે કે એ બધા પાણીમાંથી માત્ર અઢી ટકા જ પીવાલાયક ફ્રેશ પાણી છે, શેષ બધું ખારું જળ છે. હજી વધુ ઊંડા ઊતરીએ તો આ પીવાલાયક પાણીના અઢી ટકા હિસ્સાનો ૭૦ ટકા હિસ્સો ઍન્ટાર્કટિકા, ગ્રીનલૅન્ડ વગેરેના બરફરૂપે છે. બાકીમાંથી ઘણુંખરું ધરતીની અંદર પેટાળમાં પૃથ્વીના ભેજરૂપે કે પેટાળના પાણી તરીકે રહ્યું છે જે માણસને પીવા માટે ઍક્સેસિબલ બનતું નથી. પીવાલાયક પાણીનો પણ માત્ર એક ટકા, હા, માત્ર એક ટકા હિસ્સો જ માણસના સીધા વપરાશ માટે ઉપલબ્ધ છે. આ એ પાણી છે જે નદી, નાળાં, સરોવર વગેરેમાં અને સરળતાથી મેળવી શકાય એટલા ભૂમિગત સ્રોતોમાં છે. આ આપણો ખરો જળજથ્થો જે દર વર્ષના વરસાદથી વધતો રહે અથવા તો રિપ્લેસ થતો રહે જેથી માણસને સતત પાણી મળતું રહે છે.
આમ છતાં પણ પીવાલાયક પાણી કાયમ બધાને મળી શકે ખરું, કારણ કે પૃથ્વી આવા પાણીને પોતાના સાડાસાત મિલ્યન ક્યુબિક માઇલોમાં ધારણ કરીને બેઠી છે. ખરી સમસ્યાનું કારણ એની જાળવણી અને એકતરફી ફાળવણી છે. દુનિયામાં એવા દેશો પણ છે જે ભારત કરતાં માત્ર પાંચમા ભાગની આબાદી હોવા છતાં ભારત કરતાં ૧૧૦ ગણું પાણી વાપરે છે.
વિશ્વમાં જે પરિસ્થિતિ છે એવું જ કંઈક દેશમાં પણ છે. શહેરના બે-ચાર લાખ માણસો પૂરા એક કરોડ ગામવાસીઓ જેટલું પાણી વાપરી નાખે છે. પાણીનો વપરાશ એટલી હદે વધી ગયો છે કે હવે એકાદ વર્ષ પણ ચોમાસું નબળું રહે તો તરત જ બધે પાણી-પાણી થવા માંડે છે. ચાલુ વર્ષની જ વાત કરીએ તો ભારતનાં કેટલાંક રાજ્યોમાં સરેરાશથી પણ વીસ-ત્રીસ ટકા ઓછો વરસાદ થયો છે. હજી તો દિવાળી આવી નથી ત્યાં પાણીની તીવ્ર અછત વર્તાશે એવો માહોલ છે.
પાણીકાપ તો ક્યારનો મુકાવા માંડ્યો છે અને હવે તો રેલવેના માધ્યમથી લાખો લીટર પાણીનું ટ્રાન્સપોર્ટેશન થાય એવો વરતારો છે. બદલાતા સમયમાં માણસ બધે બદલાવ ઇચ્છે છે ત્યારે માણસે પોતાની જીવનશૈલીમાં પણ યોગ્ય બદલાવ લાવવો જ પડશે. ટબ અને શાવરબાથ હાલ પૂરતા પણ બંધ થઈ શકે. દર મિનિટે પૂરું અઢારથી બાવીસ લીટર પાણી વેડફતા શાવરને તો અલવિદા જ કરવી પડે.
‘સિંગલ બકેટ બાથ’ને માણસે નાછૂટકે પણ અપનાવો જ પડે. ઘરમાં આવક ઘટે ત્યારે માણસ ઘરખર્ચમાં પણ કાપ મૂકે છે. તો આવા સંયોગોમાં સ્નાનાદિ પાછળ વેડફાતા પાણી અંગે પણ અસર તો થવી જ જોઈએ. એવું ન બને કે ક્યાંક ચારે બાજુ પાણી વચ્ચે હોવા છતાં પીવાલાયક પાણીના જથ્થા માટે જંગ ખેલાય અને માણસ આંખમાંથી ખારું પાણી વહાવ્યા કરે.
