Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અફઘાનિસ્તાનને ૪૭૯ રનનો ટાર્ગેટ આપ્યો બંગલાદેશે આજે જીત માટે બંગલાદેશને ૭ વિકેટ અને અફઘાનિસ્તાનને ૩૪૭ રનની જરૂર

અફઘાનિસ્તાનને ૪૭૯ રનનો ટાર્ગેટ આપ્યો બંગલાદેશે આજે જીત માટે બંગલાદેશને ૭ વિકેટ અને અફઘાનિસ્તાનને ૩૪૭ રનની જરૂર

Published : 13 October, 2026 03:21 PM | IST | Abu dhabi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અબુ ધાબીમાં રમાઈ રહેલી એકમાત્ર ટેસ્ટ-મૅચમાં બંગલાદેશે અફઘાનિસ્તાન સામે ૪૭૯ રનનો વિશાળ ટાર્ગેટ મૂક્યો છે.

અબુ ધાબીમાં રમાઈ રહેલી એકમાત્ર ટેસ્ટ-મૅચ

અબુ ધાબીમાં રમાઈ રહેલી એકમાત્ર ટેસ્ટ-મૅચ


અબુ ધાબીમાં રમાઈ રહેલી એકમાત્ર ટેસ્ટ-મૅચમાં બંગલાદેશે અફઘાનિસ્તાન સામે ૪૭૯ રનનો વિશાળ ટાર્ગેટ મૂક્યો છે. પહેલી ઇનિંગ્સમાં ૩૪૬ રનનો સ્કોર કરનાર બંગલાદેશે બીજી ઇનિંગ્સમાં ૧૦૫.૨ ઓવરમાં ૩૭૨-૭ના સ્કોર પર બીજી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. પહેલી ઇનિંગ્સમાં ૨૪૦ રન કરનાર અફઘાનિસ્તાન ટીમ ચોથા દિવસના અંતે ૫૦ ઓવરમાં ૧૩૨-૩નો સ્કોર કરી શક્યું હતું. આજે અફઘાનિસ્તાનને જીત માટે ૩૪૭ રનની જરૂર છે અને ૭ વિકેટ હાથમાં છે. 

ગઈ કાલે બંગલાદેશે ૭૩મી ઓવરમાં ૨૨૩-૬ના સ્કોરથી બીજી ઇનિંગ્સને આગળ વધારી હતી. લિટન દાસે ૧૧૭ બૉલમાં ૧૪ ફોરની મદદથી ૧૦૨ રન અને મેહદી હસન મિરાજે ૯૭ બૉલમાં અણનમ ૫૨ રન કર્યા હતા. અફઘાનિસ્તાન માટે ફાસ્ટ બોલર્સ યામીન અહમદઝાઈ, મોહમ્મદ સલીમ સફી સહિત સ્પિનર ઝિયા-ઉર-રહમાન અકબરે ૨-૨ વિકેટ લીધી હતી. 



ટાર્ગેટ-ચેઝ દરમ્યાન બીજી ઇનિંગ્સમાં અફઘાનિસ્તાને ૬.૩ ઓવરમાં ૨૮ રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી હતી. પહેલી ઇનિંગ્સના શતકવીર કૅપ્ટન રહમત શાહે ૧૨૪ બૉલમાં પાંચ ફોર, એક સિક્સની મદદથી ૫૧ રનનું યોગદાન આપ્યું હતું. બંગલાદેશના ફાસ્ટ બોલર્સ ઇબાદત હુસેને બે વિકેટ અને હસન મહમૂદે એક વિકેટ લીધી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2026 03:21 PM IST | Abu dhabi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK