Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > માનવે બનાવેલા મંદિરને પવિત્ર રાખીએ તો ભગવાને બનાવેલા મંદિરનું શું?

માનવે બનાવેલા મંદિરને પવિત્ર રાખીએ તો ભગવાને બનાવેલા મંદિરનું શું?

Published : 01 May, 2026 01:02 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તમારું આ શરીર છે એ એક દેવાલય છે. કેવું અદ્ભુત મંદિર હાલતું-ચાલતું અને એમાં આત્મારૂપે શ્રીકૃષ્ણ રહે છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


ઈશ્વર આપણી સાથે જ છે અને પુરુષાર્થ કરવાની, કર્મ કરવાની શક્તિ ઈશ્વર જ આપે છે એવી ભાવના લઈને જીવીશું તો આપણા જીવનમાં દિવ્યતા આવશે, આપણું કર્મ ભક્તિ બનશે અને જીવન સાધના બનશે. આપણું શરીર એક મંદિર છે, દેહ દેવાલય છે જે સ્વયં પરમાત્માએ બનાવેલું છે. આ મંદિરના નિર્માતા સ્વયં પરમાત્મા છે અને મંદિર બનાવીને ભગવાને પોતે એમાં નિવાસ કરેલો છે. ભગવાન માટે જો આપણે મંદિર ન બનાવ્યું હોત તો શું ભગવાન ઘર વગરના હોત? મંદિર બનાવીએ છીએ આપણા માટે અને નામ લઈએ છીએ ભગવાનનું.

માણસે બનાવેલું મંદિર છે, પણ જરા વિચારો કે તમે કોણ છો? તમારું આ શરીર છે એ એક દેવાલય છે. કેવું અદ્ભુત મંદિર હાલતું-ચાલતું અને એમાં આત્મારૂપે શ્રીકૃષ્ણ રહે છે. બધાની સાથે વાતો કરે છે. કોઈ પોતાની કથની સંભળાવે તો પ્રેમથી સાંભળે છે, કોઈ માર્ગદર્શન ચાહે તો એમાં બેસીને માર્ગદર્શન કરે છે પરમાત્મા. ઈશ્વરે પોતાના માટે બનાવ્યું છે આપણું શરીર, પણ ઈશ્વરે આ વ્યવસ્થા પોતાના માટે બનાવી છે.



આ ઈશ્વરની લીલા છે.


જરા વિચારો, ઇન્સાને બનાવેલા પથ્થર, રેતી, સિમેન્ટથી બનેલા મંદિરમાં પરમાત્માની મૂર્તિ પ્રતિષ્ઠિત કરીએ ત્યારે એ સ્થાન કેટલું દિવ્ય અને પવિત્ર બની જાય છે. ત્યાં જઈને કોઈ બીડી-સિગારેટ ફૂંકતું નથી. એની પવિત્રતાની આપણે પ્રતિક્ષણ રક્ષા કરીએ છીએ. આ જે રક્ષણ છે એ રક્ષણ આપણા મંદિરનું થાય, પણ ભગવાને બનાવેલા મંદિરનું રક્ષણ કરવામાં આપણે ઊતરતા પુરવાર થઈએ.

મનુષ્યએ બનાવેલા મંદિરની પવિત્રતાનું રક્ષણ આટલી જાગૃતિથી કરી રહ્યા છીએ તો જરા વિચારો કે આ માનવ મંદિર જે સ્વયં પરમાત્મા દ્વારા નિર્મિત છે, આ જીવતા-જાગતા મંદિરની આપણે કેટલી આમન્યા જાળવવી જોઈએ? એ કેટલું પવિત્ર, હાલતું-ચાલતું-જીવતું મંદિર છે. એમાં બેઠેલા પરમાત્મા તમારી વાત સાંભળે છે, જવાબ દે છે, તમારું માર્ગદર્શન કરે છે તો આ મંદિર પ્રત્યે આપણી કેટલી નિષ્ઠા હોવી જોઈએ? એની પવિત્રતાની રક્ષા કરવા માટે કેટલી ચિંતા કરવી જોઈએ? જો એવું થાય તો દેહરૂપી દેવાલયની પવિત્રતાની રક્ષા મોટી સાધના બની જાય છે. આ સાધના માટે થોડા જાગૃત થવાની જરૂર છે અને સાથોસાથ એ સમજવાની જરૂર છે કે ભગવાને બનાવેલા મંદિરની આમાન્યા જાળવીએ. અરે, કહે છે કે દરેક મનુષ્યમાં ભગવાન છે તો પછી એ વાત પણ આપણે કેવી રીતે વિસરી શકીએ, કેવી રીતે આપણે એ ભૂલી શકીએ કે ભગવાન અંદર બેઠો છે અને આપણે એનું ધ્યાન નથી રાખતા.


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2026 01:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK