Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જાહેર પરિવહનને સીએમ ફડવીસનું પ્રાધાન્ય, વંદે ભારતમાં કર્યો પ્રવાસ, ટ્રેનમાં કર્યું આ કામ

જાહેર પરિવહનને સીએમ ફડવીસનું પ્રાધાન્ય, વંદે ભારતમાં કર્યો પ્રવાસ, ટ્રેનમાં કર્યું આ કામ

Published : 23 May, 2026 02:19 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

CM Fadnavis in Vande Bharat: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વંદે ભારત ટ્રેનમાં મુંબઈથી શિરડીનો પ્રવાસ કર્યો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો; ટ્રેનમાં બેસીને ફાઇલોનું કામ પતાવ્યું અને પછી ફ્રી ટાઇમમાં પેપર વાંચ્યું

તસવીર સૌજન્યઃ એક્સ

તસવીર સૌજન્યઃ એક્સ


મહારાષ્ટ્ર (Maharashtra)ના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)એ શનિવારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat Express Train) દ્વારા મુંબઈ (Mumbai)થી શિરડી (Shirdi) સુધીનો પ્રવાસ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા તાજેતરમાં ઇંધણના જવાબદારીપૂર્વક ઉપયોગ માટે કરવામાં આવેલી અપીલથી પ્રેરિત થઈને, રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા જાહેર કરકસર અને ઇંધણ બચત અભિયાનના ભાગરૂપે તેમણે આ નિર્ણય લીધો હતો. મુખ્યમંત્રીએ આ પ્રવાસ દરમિયાન પોતાનો અનુભવ સોશિયલ મીડિયા (Social Media) પર શેર કર્યો હતો અને દેશને આ આધુનિક ટ્રેનની `ભેટ` આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ આભાર માન્યો હતો.

દેશને ભેટ આપવા માટે પીએમ મોદીનો માન્યો આભાર



રાજ્યના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ શનિવારે મુંબઈથી શિરડી પહોંચ્યા. આ યાત્રા માટે તેમણે વંદે ભારત યાત્રા (CM Fadnavis in Vande Bharat) કરવાનું પસંદ કર્યું. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (Chhatrapati Shivaji Maharaj Terminus - CSMT)થી ટ્રેનમાં સવાર થયા બાદ ફડણવીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `એક્સ` (X) પર પોતાનો અનુભવ શેર કર્યો હતો અને ભારતના આ સ્વદેશી સેમી-હાઈ-સ્પીડ રેલ નેટવર્કના મુક્તકંઠે વખાણ કર્યા હતા.


મુખ્યમંત્રીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, "ભારતની પોતાની #VandeBharat એક્સપ્રેસ દ્વારા મુંબઈથી શિરડીનો પ્રવાસ કરવાનો અદ્ભુત અનુભવ રહ્યો. આપણા દેશને આ ભેટ આપવા બદલ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આપનો ખૂબ ખૂબ આભાર!"


સીએમના અનેક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

ઇંધણની બચત વચ્ચે મહારાષ્ટ્ર સરકારનું પગલું

આ નવો નિર્ણય એવા સમયે સામે આવ્યો છે જ્યારે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ (Crude Oil)ની વધતી કિંમતો અને પેટ્રોલ-ડીઝલના દરોમાં સતત થઈ રહેલા વધારા (Petrol Diesel Price)ને કારણે દેશભરમાં ઇંધણના વપરાશ તેમજ પરિવહન ખર્ચ અંગે ચિંતાઓ વધી રહી છે.

મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government)એ તાજેતરના અઠવાડિયામાં પોતાના ટોચના નેતાઓના વિવિધ જાહેર કાર્યક્રમો અને પ્રવાસોના માધ્યમથી વહીવટી કરકસર અને પ્રતીકાત્મક ઇંધણ બચતની છબી લોકો સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.

ઈકોનોમી ક્લાસમાં હવાઈ સફર બાદ હવે ટ્રેન પ્રવાસ

ફડણવીસનો આ તાજેતરનો ટ્રેન પ્રવાસ એ ઘટનાના થોડા દિવસો બાદ આવ્યો છે, જ્યારે તેમણે પુણે (Pune)થી બેંગલુરુ (Bengaluru)ની મુસાફરી માટે રાજ્ય સરકારના ચાર્ટર્ડ વિમાનનો ઉપયોગ કરવાને બદલે `ઇન્ડિગો` (IndiGo)ની કોમર્શિયલ ફ્લાઇટના ઇકોનોમી ક્લાસમાં પ્રવાસ કર્યો હતો.

અધિકારીઓએ મુખ્યમંત્રીના આ પગલાંને સરકારી ખર્ચમાં ઘટાડો કરવા અને ઇંધણ બચતના ઉપાયોને પ્રોત્સાહન આપવાના વ્યાપક પ્રયાસોના એક ભાગ તરીકે ગણાવ્યું હતું.

સીએમ ફડણવીસે બાઈક સવારીથી કરી હતી શરુઆત

આ અગાઉ, આ મહિનાની શરૂઆતમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની મોટરસાઈકલ સવારી પણ ભારે ચર્ચામાં રહી હતી. ત્યારે તેમણે મલબાર હિલ (Malabar Hill) સ્થિત પોતાના સત્તાવાર નિવાસસ્થાન `વર્ષા` (Varsha) બંગલાથી દક્ષિણ મુંબઈમાં આવેલા વિધાન ભવન (Vidhan Bhavan) સુધી બાઇક પર પ્રવાસ કર્યો હતો. આ સવારી બાદ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નેતાઓ દ્વારા કરવામાં આવતા આવા કાર્યો નાગરિકોમાં ઇંધણ બચત અંગે જાગૃતિ લાવવામાં મદદરૂપ સાબિત થાય છે.

Whatsapp-channel Whatsapp-channel

23 May, 2026 02:19 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK