Ridhima Pandit Shubman Gill Wedding: શુભમન ગિલ સાથે લગ્ન કરવાની વાતો પર આખરે રિદ્ધિમા પંડિતે ચુપકીદી તોડી
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ટીવી અભિનેત્રી રિદ્ધિમા પંડિત (Ridhima Pandit) તેના લગ્નને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. બીજા કોઈની સાથે નહીં પણ તેનું નામ ભારતીય યુવા ક્રિકેટર શુભમન ગિલ (Shubman Gill) સાથે જોડવામાં આવી રહ્યું છે. એવી અફવાઓએ જોર પકડ્યું હતું કે, રિદ્ધિમા પંડતિ અને શુભમન ગિલ (Ridhima Pandit Shubman Gill Wedding) જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. હાલમાં જ એક રિપોર્ટ આવ્યો હતો કે, રિદ્ધિમા અને ગિલ ડિસેમ્બર ૨૦૨૪માં પરણી જશે. જોકે, હવે રિદ્ધિમા પંડિતે આ અફવાઓથી કંટાળીને સ્પષ્ટતા કરી છે કે આ દાવામાં કોઈ સત્ય નથી.
અભિનેત્રી રિદ્ધિમા પંડિત તેના કરતા nv વર્ષ નાના શુભમન ગિલ સાથે ડિસેમ્બર 2024માં લગ્ન કરવા જઈ રહી છે. આ અહેવાલો પર પોતાનું મૌન તોડતા રિદ્ધિમાએ કહ્યું છે કે, આ દાવાઓમાં કોઈ સત્ય નથી. તમને જણાવી દઈએ કે, આ પહેલા શુભમનનું નામ સચિન તેંડુલકર (Sachin Tendulkar) ની પુત્રી સારા તેંડુલકર (Sara Tendulkar) અને સારા અલી ખાન (Sara Ali Khan) સાથે પણ જોડાઈ ચૂક્યું છે.
ADVERTISEMENT
રિપોર્ટ અનુસાર, રિદ્ધિમા પંડિતે ઇન્સ્ટાગ્રામ (Instagram) સ્ટોરીઝ દ્વારા લગ્નના મામલે સ્પષ્ટતા આપી છે. જેમાં રિદ્ધિમાએ લખ્યું છે કે, ‘મને પત્રકારોના ઘણા ફોન આવી રહ્યા હતા જેનાથી હું જાગી ગઈ. બધા મારા લગ્ન વિશે વાત કરી રહ્યા હતા. કયા લગ્ન? કોની સાથે લગ્ન? તમને જણાવી દઉં કે હું લગ્ન નથી કરી રહી. જો મારા જીવનમાં આવું કંઈક થયું હોત તો હું પોતે જ તેની જાહેરાત કરીશ. આ સમયે લગ્નના સમાચારમાં કોઈ સત્ય નથી.’
રિદ્ધિમાએ આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલની સ્ટોરીમાં પોસ્ટ કર્યો હતો. પરંતુ હવે તેણે આ વીડિયો ડિલીટ કરી દીધો છે. જો કે, રિદ્ધિમાના આ વીડિયોથી સ્પષ્ટ છે કે તેના અને શુભમન ગિલ વચ્ચે કોઈ કનેક્શન નથી અને લગન કરવાની વાત તો બહુ દુરની છે.
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા હતી કે, શુભમન ગિલ અને રિદ્ધિમા પંડિત એકબીજાને ડેટ કરી રહ્યા છે, પરંતુ તેઓ તેમના લગ્નને ગુપ્ત રાખવા માંગે છે. રિદ્ધિમા પહેલા શુભમનનું નામ અનેક અભિનેત્રીઓ સાથે જોડાઈ ગયું છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, રિદ્ધિમા પંડિત ‘બહુ હમારી રજનીકાંત’ (Bahu Hamari Rajnikant), ‘ખતરા ખતરા’ (Khatran Khatran) જેવા ટેલિવિઝન શોમાં જોવા મળી હતી. ટૂંક સમયમાં જ તે પ્રખ્યાત ટીવી શો ‘નાગીન’ (Naagin) ની સાતમી સીઝન સાથે કમબેક કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ શોમાં રિદ્ધિમાનું પાત્ર શ્રીદેવી (Sridevi) ની ફિલ્મ નગીના (Nagina) થી પ્રેરિત હશે.
નોંધનીય છે કે, શુભમન ગિલ અત્યારે આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ (ICC T20 World Cup 2024) માટે અમેરિકા (America) માં છે.

