રોબર્ટ ડાઉની જુનિયર, જેઓ `ડૉક્ટર ડૂમ`ની ભૂમિકા ભજવી રહ્યા છે, અને ક્રિસ ઇવન્સ, જેઓ `સ્ટીવ રોજર્સ-કૅપ્ટન અમેરિકાના પાત્રમાં જોવા મળશે, તેમણે ભારતીય ચાહકો માટે એક ખાસ વીડિયો મૅસેજ શૅર કરીને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે.
ક્રિસ ઇવન્સ અને રોબર્ટ ડાઉની જુનિયર
માર્વેલ સ્ટુડિયોની આગામી ફિલ્મ ` અવેન્જર્સ: ડૂમ્સડે` (Avengers: Doomsday) ભારતમાં તેની અમેરિકન (US) રિલીઝના એક દિવસ પહેલાંથી જ થિયેટરોમાં આવી જશે કરવામાં આવશે. આ ફિલ્મ ૧૭ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ ભારતીય સિનેમાઘરોમાં આવશે, જ્યારે અમેરિકામાં તે ૧૮ ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. આ જાહેરાત સાથે, માર્વેલે તેના ભારતીય ચાહકોને દિવાળીની એક ખાસ ભેટ આપી છે. રોબર્ટ ડાઉની જુનિયર, જેઓ `ડૉક્ટર ડૂમ`ની ભૂમિકા ભજવી રહ્યા છે, અને ક્રિસ ઇવન્સ, જેઓ `સ્ટીવ રોજર્સ-કૅપ્ટન અમેરિકાના પાત્રમાં જોવા મળશે, તેમણે ભારતીય ચાહકો માટે એક ખાસ વીડિયો મૅસેજ શૅર કરીને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે.
રોબર્ટ ડાઉની જુનિયર અને ક્રિસ ઇવન્સ તરફથી દિવાળી સંદેશ
ADVERTISEMENT
વીડિયો સંદેશમાં, બન્ને કલાકારોએ કહ્યું, "નમસ્તે ભારત! દિવાળી વિશે અમને સૌથી વધુ ગમતી બાબત એ છે કે તે એક પ્રકરણના અંત અને બીજા પ્રકરણની શરૂઆતનું પ્રતીક છે. અમે આ ભાવનાને સારી રીતે સમજીએ છીએ. જોકે, અંધકારમાંથી પ્રકાશ તરફ જવાને બદલે, મને લાગે છે કે આ વખતે દિશા કદાચ તેનાથી ઉલટી હોઈ શકે છે. દિવાળીની શુભકામનાઓ, અને આપણે `અવેન્જર્સ: ડૂમ્સડે`માં મળીશું!"
ત્યારબાદ તેમણે ઉમેર્યું, "ચોક્કસ!"
ફિલ્મની રિલીઝમાં હવે ૫૦ દિવસ બાકી છે, ત્યારે આ મૅસેજે ભારતીય ચાહકોમાં ઉત્સાહમાં વધુ વધારો કર્યો છે. ભારતમાં આ ફિલ્મ અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થશે.
View this post on Instagram
ત્રણ અલગ-અલગ યુનિવર્સના હીરો સામસામે આવશે
`અવેન્જર્સ: ડૂમ્સડે`ની વાર્તા ત્રણ અલગ-અલગ યુનિવર્સના લોકપ્રિય સુપર હિરોઝને એકસાથે લાવે છે. તેઓ એક એવા ભયંકર ખતરાનો સામનો કરશે જે તેમના અસ્તિત્વ માટે જ પડકારરૂપ છે. આ ફિલ્મનું નિર્દેશન એન્થોની રુસો અને જો રુસો દ્વારા કરવામાં આવ્યું છે, અને તેનું નિર્માણ કેવિન ફીગી, લુઈસ ડી`એસ્પૉસિટો અને જોનાથન શ્વાર્ટ્ઝે કર્યું છે. ફિલ્મમાં ઘણા મોટા કલાકારો જોવા મળશે. ફિલ્મના સ્ટાર-કાસ્ટમાં રોબર્ટ ડાઉની જુનિયર, ક્રિસ ઇવન્સ, ક્રિસ હેમ્સવર્થ, પેડ્રો પાસ્કલ, પૉલ રડ, એન્થોની મેકી, ફ્લોરેન્સ પ્યુ, વેનેસા કિર્બી, ઇબોન મોસ-બેકરાક, વ્યાટ રસેલ, ચેનિંગ ટેટમ અને સિમુ લિયુનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કલાકારોની યાદીમાં ઈયાન મેકકેલેન, હેલી એટવેલ, ટોમ હિડલસ્ટન, જેમ્સ માર્સડેન, પેટ્રિક સ્ટુઅર્ટ, જોસેફ ક્વિન, સેબેસ્ટિયન સ્ટેન, ડેવિડ હાર્બર, લેટિશિયા રાઈટ, લુઈસ પુલમેન, કેલ્સી ગ્રામર, કેથરિન ન્યૂટન, ડેની રામિરેઝ, વિન્સ્ટન ડ્યુક, એલન કમિંગ, હેન્નાહ જોન-કેમેન, રેબેકા રોમિન, એલેક્સ લિવિનાલી, મેબેલ કેડેના અને ટેનોચ હુએર્ટા મેજિયાનો પણ સમાવેશ થાય છે. ‘અવેન્જર્સ: ડૂમ્સડે’ (Avengers: Doomsday) ૧૭ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ ‘ઈન્ફિનિટી વિઝન’ (Infinity Vision) સહિતના પ્રીમિયમ ફોર્મેટમાં પણ ઉપલબ્ધ હશે.
