મુલાકાત દરમ્યાન વિવેકે અન્ય મુલાકાતીઓ અને ફેકલ્ટી સાથે પણ વાતચીત કરી હતી. વિવેકે આ પ્રસંગ માટે લાઇટ બ્લુ કુરતો અને પૅન્ટ પહેર્યાં હતાં
વિવેક ઑબેરૉય પરિવાર સાથે
વિવેક ઑબેરૉયે હાલમાં પત્ની પ્રિયંકા અલ્વા, બાળકો અને માતા યશોધરા ઑબેરૉય સાથે અબુ ધાબીમાં આવેલા બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના હિન્દુ મંદિરની આધ્યાત્મિક મુલાકાત લીધી હતી. અહીં પરિવારજનોએ મંદિરમાં આરતી કરી અને દીવા પ્રગટાવ્યા હતા. આ મુલાકાત દરમ્યાન વિવેકે અન્ય મુલાકાતીઓ અને ફેકલ્ટી સાથે પણ વાતચીત કરી હતી. વિવેકે આ પ્રસંગ માટે લાઇટ બ્લુ કુરતો અને પૅન્ટ પહેર્યાં હતાં, જ્યારે પ્રિયંકા ઑફ-વાઇટ સાડીમાં સુંદર દેખાતી હતી. તેમની આ મુલાકાતનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

