Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શાહરુખ ખાનની કિંગ સાથે થશે તબુની ટક્કર

શાહરુખ ખાનની કિંગ સાથે થશે તબુની ટક્કર

Published : 05 November, 2026 12:08 PM | Modified : 05 November, 2026 01:09 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે તબુની પંચાવનમી વર્ષગાંઠ હતી. આ ખાસ અવસરે તબુની આગામી ફિલ્મ ‘કિંગ 100’માંથી તેનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે.

તબુની આગામી ફિલ્મ ‘કિંગ 100’નો લુક

તબુની આગામી ફિલ્મ ‘કિંગ 100’નો લુક


ગઈ કાલે તબુની પંચાવનમી વર્ષગાંઠ હતી. આ ખાસ અવસરે તબુની આગામી ફિલ્મ ‘કિંગ 100’માંથી તેનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. આ ફિલ્મમાં તે મહંતી ઝાંસી રાનીની ભૂમિકા ભજવતી જોવા મળશે. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મ ૨૪ ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે અને બૉક્સ-ઑફિસ પર એની ટક્કર શાહરુખ ખાનની ‘કિંગ’ સાથે થશે.

આ ફિલ્મ નાગાર્જુનની કરીઅરની ૧૦૦મી ફિલ્મ છે અને તે એમાં લીડ રોલ કરી રહ્યો છે. નાગાર્જુને પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક પોસ્ટ શૅર કરીને તબુનો ‘કિંગ 100’માંથી ફર્સ્ટ લુક પોસ્ટર જાહેર કર્યો છે. પોસ્ટરમાં તબુ લાલ રંગની સાડી પહેરીને દમદાર અંદાજમાં જોવા મળી રહી છે. આ પોસ્ટ સાથે નાગાર્જુને લખ્યું હતું કે ‘હવે તમે અમારી યાદોમાં મહંતી ઝાંસી રાની તરીકે હંમેશાં વસેલાં રહેશો. તમે આ ફિલ્મને ખૂબ જ ખાસ બનાવી દીધી છે. આ ફિલ્મમાંથી તમારી એક ઝલક રજૂ કરું છું.’



પોસ્ટરની સાથે ફિલ્મના નિર્માતાઓએ એક વિડિયો પણ શૅર કર્યો છે જેમાં તબુનો દમદાર અંદાજ જોવા મળે છે. ફિલ્મમાં તે એક એવી મહિલાની ભૂમિકા ભજવી રહી છે જે નસીબમાં વિશ્વાસ કરતી નથી અને સ્પષ્ટ શબ્દોમાં કહે છે ‘મને નસીબથી નફરત છે.’


Whatsapp-channel Whatsapp-channel

05 November, 2026 01:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK