Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સારા સચિન તેન્ડુલકર અને રાજવીર સની દેઓલનાં લગ્નની અફવાએ ગામ ગજાવ્યું

સારા સચિન તેન્ડુલકર અને રાજવીર સની દેઓલનાં લગ્નની અફવાએ ગામ ગજાવ્યું

Published : 24 November, 2026 02:33 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સારા તેન્ડુલકર આવતા વર્ષે રાજવીર દેઓલ સાથે લગ્ન કરશે તેવી અફવાઓને તેની નજીકની વ્યક્તિએ ફગાવી દીધી છે. આ વ્યક્તિએ સ્પષ્ટતા કરી છે કે સારા અને રાજવીર ક્યારેય એકબીજાને મળ્યાં પણ નથી. હાલમાં સારા સિંગલ છે અને પોતાના કામ પર ધ્યાન આપી રહી છે.

સારા તેન્ડુલકર અને રાજવીર દેઓલ

સારા તેન્ડુલકર અને રાજવીર દેઓલ


સોશ્યલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે ક્રિકેટર સચિન તેન્ડુલકરની દીકરી સારા તેન્ડુલકર આવતા વર્ષે સની દેઓલના નાના દીકરા રાજવીર દેઓલ સાથે લગ્ન કરવાની છે. જોકે આ વાતને કોઈ સત્તાવાર સમર્થન નથી મળ્યું, પણ સારાની નજીકની વ્યક્તિએ સ્પષ્ટતા કરી છે કે સારા અને રાજવીર ક્યારેય એકબીજાને મળ્યાં પણ નથી. આ વ્યક્તિએ વિશેષમાં જણાવ્યું છે કે સારા હાલમાં સિંગલ છે અને પોતાના કામ પર ધ્યાન આપી રહી છે.

આ ચર્ચા વિશે સ્પષ્ટતા કરતાં સારાની નજીકની વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘આ અફવાઓમાં કોઈ સચ્ચાઈ નથી. સારા અને રાજવીર ક્યારેય એકબીજાને મળ્યાં પણ નથી. સારા સિંગલ છે અને પોતાના કામ પર ધ્યાન આપી રહી છે. આ અટકળો સાવ બિનજરૂરી અને પરેશાન કરનારી છે. સારા આ અફવાઓ પર ક્યારેય પ્રતિક્રિયા નહીં આપે, કારણ કે તે પોતાની ગરિમા જાળવી રાખવા માગે છે અને શાલીનતાથી વર્તવાનું પસંદ કરે છે.’


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2026 02:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK