Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Daughter's Day 2020: બૉલીવુડ સેલેબ્ઝે શૅર કરી દીકરીઓ સાથેની તસવીરો

Daughter's Day 2020: બૉલીવુડ સેલેબ્ઝે શૅર કરી દીકરીઓ સાથેની તસવીરો

Published : 27 September, 2020 02:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Daughter's Day 2020: બૉલીવુડ સેલેબ્ઝે શૅર કરી દીકરીઓ સાથેની તસવીરો

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ


ભારત દેશમાં દીકરીઓને આર્શીવાદ માનવામાં આવે છે. જેના ઘરે દીકરી હોય તે પોતાને નસીબદાર માને છે. ભારતમાં, દીકરીઓને સમર્પિત એક વિશેષ દિવસ છે. દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના ચોથા રવિવારે ભારતમાં આંતરાષ્ટ્રીય દીકરી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આખો દેશ Daughter's Day ઉજવી રહ્યો છે. ત્યારે બૉલીવુડ સેલેબ્ઝે પણ તેમની દીકરીઓ સાથેની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. દીકરીઓ માટે હ્રદયસ્પર્શી મેસેજ લખવાથી માંડીને તેમની દીકરીઓ સાથેની થ્રોબેક તસવીરો શૅર કરી છે સેલેબ્ઝે અને ઉજવી રહ્યાં છે, આંતરાષ્ટ્રીય દીકરી દિવસ.


અજય દેવગન (Ajay Devgn)એ દીકરી ન્યાસાની તસવીર શૅર કરીને લખ્યું છે કે, 'મારી પુત્રી ન્યાસા મારા માટે ઘણી વસ્તુઓ છે. મારી તીવ્ર ટીકાકાર, મારી સૌથી મોટી નબળાઇ અને શક્તિ પણ. તે એક યુવાન પુખ્ત વયની છે પરંતુ કાજોલ અને મારા માટે તે હંમેશાં અમારી બાળકી રહેશે'.




કાજોલ દેવગન (Kajol Devgn)એ ન્યાસાએ પાડેલી તેની તસવીર શૅર કરતા લખ્યું છે કે, 'મારી પ્રિય પુત્રી વિશે મને સૌથી વધુ ગમે છે તે તેનો અનોખો દૃષ્ટિકોણ. તે હંમેશા મારાથી થોડુંક અલગ વિચારે છે અને મારી જાતને અલગ રીતે જોવા માટે પ્રેરણા આપે છે. જે મારા માટે બહુ મુશ્કેલ છે. એટલે મને પણ હેપી ડૉટર્સ ડે'.


શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)એ દીકરી સાથેની તસવીર શૅર કરતા લખ્યું હતું કે, 'કોણ કહે છે કે ચમત્કાર થતો નથી...હવે મારા હાથમાં છે તે ચમત્કાર નથી? સમીશાને પકડીને હું આજે દીકરી દિવસની ઉજવણી કરી રહી છું. મને તેની ઉજવણી માટે ચોક્કસપણે કોઈ દિવસની જરૂર નથી. ભગવાન અને બ્રહ્માંડનો આભાર માનું એટલો ઓછો છે. કારણકે તેમણે અમારી અને વિઆનની પ્રાર્થના સાંભળી છે અને અમારા જીવનમાં સમીશાનું આગમન થયું છે. આજે તમારી દીકરીઓને હગ કરવાનું ભૂલશો નહીં'.

આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana)ની પત્ની તાહિરા કશ્યપ (Tahira Kashyap)એ દીકરી સાથેની તસવીર શૅર કરવાની સાથે લખ્યું છે કે, 'હું તને દરરોજ ઉજવું છે. કદાચ તે દુનિયાને બદલવા માંગે છે. કદાચ તે એક એવી દુનિયા છે જેને બદલવાની જરૂર છે. - ઇનોલા હોલ્મસ'.

કુણાલ ખેમુ (Kunal Khemu)એ દીકરી ઈનાયા સાથેની તસવીર શૅર કરતા લખ્યું હતું કે, 'જ્યારે દુનિયા તમારી બાહોમાં સમાય જાય ત્યારે...માતાપિતા અને તેમના બાળકનો સંબંધ એકમાત્ર મજબુત સંબંધ છે. દરેક માતાપિતા અને દરેક પુત્રી માટે'.

માન્યતા દત્ત (Maanayata Dutt)એ દીકરી સાથે પોતાની અને દીકરીની સંજય દત્ત (Sanjay Dutt) સાથેની તસવીરો ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શૅર કરી છે.

Insta Story

Insta Story

બધા જ સેલેબ્ઝ દીકરીઓ સાથેની તસવીર સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને Daughter's Dayની ઉજવણી કરી રહ્યાં છે.

Whatsapp-channel Whatsapp-channel

27 September, 2020 02:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK