ઈશથી વસવા આ સૌ જે ચાલતું જગે ત્યાગીને ભોગવો, થાશો લોભી ના, કોનું છે ધન?
પ્રતીકાત્મક તસવીર
આત્મા અને ઈશ્વર બન્ને એક જ અંતઃકરણરૂપે મારામાં વસે છે. ઈશ્વર જો તડકો છે તો જીવ છાંયો છે; ઈશ્વર જ્ઞાનમય પ્રકાશ છે તો જીવાત્મા જ્ઞાન અને અજ્ઞાનનું મિશ્રણ છે; આત્મા અમર છે, શરીર નાશવંત છે; આત્મા સર્વનું અધિષ્ઠાન હોવાથી સૂક્ષ્મમાં પણ સૂક્ષ્મ છે અને મહાનથી પણ મહાન છે




