કારગિલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે ખાસ આજે દ્રાસના વૉર મેમોરિયલમાં પહોંચેલા મુંબઈકરો શૅર કરે છે દેશપ્રેમ અને પોતાના પ્રવાસની અનોખી વાતો
તોષ ગ્રુપ
કારગિલ યુદ્ધમાં આપણી જીતનું સેલિબ્રેશન સાચી રીતે તો એમાં શહીદી વહોરનારા જવાનોને યાદ કરીને જ થઈ શકે. લગભગ ત્રણ મહિના ચાલેલા આ જંગે આપણા ૫૨૭ જવાનોનો ભોગ લીધો. દુશ્મન સામે લડતાં-લડતાં વીરગતિને વરેલા આ ૫૨૭ જવાનોની વીરતાને યાદ કરવા ૨૬ જુલાઈના દિવસે જ કારગિલ પહોંચાય અને જવાનોની શહાદતને ઉચિત સન્માન આપવામાં પોતે પણ સામેલ થઈ શકે એ માટે કેટલાક મુંબઈકરો રોડ-ટ્રિપ કરીને આજના દિવસે કારગિલ પહોંચવાના છે. ત્યાં સુધી જવાનું તેમનું ધ્યેય શું છે અને કઈ પ્રવૃત્તિઓ તેઓ કરશે એ વિશે તેમની જ સાથે વાત કરીએ.