મુંબઈના ગુજરાતી ઉમેદવારો શૅર કરે છે પોતાના ચૂંટણીપ્રચારના અનુભવો
માત્ર ત્રણ કલાકની ઊંઘ, ભોજનનાં કોઈ ઠેકાણાં નહીં, સતત એકધારું કામ અને એ બધા વચ્ચે સતત દોડાદોડ કરવી એ ચૂંટણીમાં ઊભા રહેલા લગભગ દરેક ઉમેદવાર માટે છેલ્લા એક મહિનાનું રૂટીન હશે. મજાની વાત એ એટલા માટે કે માત્ર ઉમેદવાર જ નહીં, તેમનો પરિવાર પણ પૂરી તન્મયતા સાથે જોડાઈ ગયો હતો. મુંબઈનાં ચાર પ્રાઇમ લોકેશનના ચાર ગુજરાતી ઉમેદવારો અને તેમના લાઇફ-પાર્ટનર સાથે આ દિવસોમાં થયેલી ભાગદોડ વિશે ‘મિડ-ડે’એ કરેલી મજેદાર વાતોનો રસથાળ વાંચો
એક સામાન્ય સમજ એવી છે કે રાજકારણી બનવું એટલે મજાની લાઇફ, તેમણે ક્યાં કશું કામ કરવાનું હોય. જોકે રાજકારણી તરીકે કેટલું અને કયા સ્તરનું કામ કરવું પડતું હોય છે એની સાચી ખબર ઇલેક્શન દરમ્યાન જ પડે. દરેક ચૂંટણી એક લગ્નપ્રસંગ કે બોર્ડ એક્ઝામથી જરાય ઊતરતી નથી હોતી. ઇન ફૅક્ટ, એ સમયનું મેન્ટલ અને ફિઝિકલ વર્ક બધા કરતાં ચડિયાતું હોય છે. લગ્નોત્સવમાં વરરાજાને થોડીક નિરાંત હોઈ શકે પણ ચૂંટણી ઉત્સવના વરરાજા એટલે કે જાહેર કરેલા કૅન્ડિડેટને ઇલેક્શનના પ્રચારમાં નિરાંતનું નામોનિશાન નથી મળતું.
આજે હવે ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે ત્યારે ‘મિડ-ડે’એ વાત કરી કેટલાક ગુજરાતી કૅન્ડિડેટ્સ સાથે અને જાણ્યું કેવો રહ્યો તેમનો ચૂંટણી ઉત્સવ. કેવી હાડમારી હતી અને કેટલા પડકારો હતા... હવે જ્યારે પરિણામ જાહેર થવાને થોડાક જ કલાકો રહ્યા છે ત્યારે તેમના હૃદયના ધબકારા વધી ગયા છે કે કેમ? ધાર્યું પરિણામ આવે તો કેવું સેલિબ્રેશન કરવાના છે? તેમની સાથે તેમનો પરિવાર આ ચૂંટણી પ્રસંગમાં કઈ રીતે જોડાઈ ગયો હતો? જાણીએ કેટલીક રોમાંચક વાતોનો ખજાનો...
23 November, 2024 05:44 IST | Mumbai | Ruchita Shah