Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > કાપડ-ઉદ્યોગને રાહત : કપાસની આયાત પર કસ્ટમ્સ-ડ્યુટીની છૂટ ૩૧ ડિસેમ્બર સુધી લંબાવાઈ

કાપડ-ઉદ્યોગને રાહત : કપાસની આયાત પર કસ્ટમ્સ-ડ્યુટીની છૂટ ૩૧ ડિસેમ્બર સુધી લંબાવાઈ

Published : 01 November, 2026 02:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સુધારો કસ્ટમ્સ ઍક્ટ ૧૯૬૨ની કલમ ૨૫(૧) અને ફાઇનૅન્સ ઍક્ટ ૨૦૨૧ની કલમ ૧૨૪ હેઠળ જાહેર કરવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતના ટેક્સટાઇલ ક્ષેત્ર માટે કપાસની ઉપલબ્ધતા વધારવા કેન્દ્ર સરકારે કપાસની આયાત પર મળતી કસ્ટમ્સ-ડ્યુટીની મુક્તિની મુદત ૩૧ ડિસેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય લીધો હતો. અગાઉ આ છૂટની અંતિમ તારીખ ૩૧ ઑક્ટોબર હતી. સરકારના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી કાપડ અને રેડીમેડ ગાર્મેન્ટ ઉદ્યોગમાં ઉત્પાદન-ખર્ચ ઘટાડવામાં મદદ મળશે જેનો સીધો લાભ ઉત્પાદકો અને ગ્રાહકોને થશે. આ સાથે જ સ્થાનિક ખેડૂતોનાં હિતોને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યાં છે. બજારમાં કપાસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થવાથી સ્થાનિક ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, ખાસ કરીને સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (SME)ને મોટો ફાયદો થવાની અપેક્ષા છે. નાણાં-મંત્રાલયે ૨૦૨૬ની ૩૦ મેના કસ્ટમ્સ નોટિફિકેશનમાં સુધારો કરીને આ રાહત વધુ બે મહિના માટે લંબાવી છે. આ સુધારો કસ્ટમ્સ ઍક્ટ ૧૯૬૨ની કલમ ૨૫(૧) અને ફાઇનૅન્સ ઍક્ટ ૨૦૨૧ની કલમ ૧૨૪ હેઠળ જાહેર કરવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

01 November, 2026 02:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK