કોચીમાં આજે ‘રિટર્ન ઑફ ધ ટાઇટન્સ’ ફુટબૉલ મુકાબલામાં ઇન્ડિયા ઑલ સ્ટાર્સ અને બ્રાઝિલ લેજન્ડ્સ ટકરાશે. ૨૦૦૨ની વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રોનાલ્ડિન્યોને જોવા ઍરપોર્ટ પર ફૅન્સની ભારે ભીડ ઉમટી હતી.
પ્રતીકાત્મક તસવીર
આજે કેરલમના કોચીમાં રિટર્ન ઑફ ધ ટાઇટન્સ નામનો વિશેષ ફુટબૉલ મુકાબલો રમાશે. જવાહરલાલ નેહરુ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં ઇન્ડિયા ઑલ સ્ટાર્સ અને બ્રાઝિલ લેજન્ડ્સની ટક્કરમાં ભૂતપૂર્વ ફુટબૉલર્સ રમતા જોવા મળશે. ૨૦૦૨ની બ્રાઝિલની વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય એવા રોનાલ્ડિન્યોને જોવા ગઈ કાલે કોચીના ઍરપોર્ટ પર ફુટબૉલ ફૅન્સની ભારે ભીડ જોવા મળી હતી.
