ચૅમ્પિયનો બ્યુનસ આયરસના ઍરપોર્ટ પર આવી પહોંચ્યા ત્યારે સૌથી પહેલાં સુપરસ્ટાર લિયોનેલ મેસી ટ્રોફી લઈને વિમાનની બહાર આવ્યો હતો. ટીમની બસમાં ચડ્યા બાદ તેણે મજાકમાં ટ્રોફીને મજબૂત રીતે પકડી રાખી હતી અને સાથી-ખેલાડીને જાણે કહી રહ્યો હતો, ‘હું આ ટ્રોફી કોઈને નહીં આપું!’ મેસી આ ટ્રોફી સાથે ટુર્નામેન્ટના બેસ્ટ ખેલાડી બદલ ‘ગોલ્ડન બૉલ’ અવૉર્ડ પણ જીત્યો હતો. ફાઇનલમાં ઐતિહાસિક હૅટ-ટ્રિક ગોલ કરનાર અને સ્પર્ધામાં સૌથી વધુ ૮ ગોલ કરવા બદલ ‘ગોલ્ડન બૂટ’નો પુરસ્કાર જીતનાર કીલિયાન ઍમ્બપ્પેનું ફ્રાન્સની રાજધાની પૅરિસની હોટેલ ડી ક્રિલૉનમાં લોકોએ શાનદાર સ્વાગત કર્યું હતું.
21 December, 2022 02:02 IST | Doha | Gujarati Mid-day Correspondent