Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સાબુ અને ટૂથપેસ્ટ સહિતની કૉસ્મેટિક પ્રોડક્ટ્સ પર વેજ-નૉનવેજનું સિમ્બૉલ હવેથી ફરજિયાત

સાબુ અને ટૂથપેસ્ટ સહિતની કૉસ્મેટિક પ્રોડક્ટ્સ પર વેજ-નૉનવેજનું સિમ્બૉલ હવેથી ફરજિયાત

Published : 23 September, 2026 07:25 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગ્રાહકો સરળતાથી પ્રોડક્ટની ઓળખ કરી શકે એ માટે લીલા અને લાલ રંગના ડૉટ દર્શાવવા પડશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સાબુ અને શૅમ્પૂથી લઈને ટૂથપેસ્ટ અને અન્ય કૉસ્મેટિક્સ જેવી પ્રોડક્ટ્સ કઈ સામગ્રીમાંથી બની છે એ હવે ગ્રાહકો સરળતાથી ઓળખી શકશે. કેન્દ્ર સરકારે પૅકેજિંગ નિયમોમાં મોટો ફેરફાર કરીને તમામ સૌંદર્ય અને પર્સનલ કૅર પ્રોડક્ટ્સ પર શાકાહારી અને માંસાહારી પ્રતીક (સિમ્બૉલ) દર્શાવવાનું ફરજિયાત બનાવ્યું છે. ગ્રાહકોને ખરીદી કરતી વખતે પ્રોડક્ટની અસલિયત ઝડપથી સમજાય એ માટે આ નિયમ લાવવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે લીગલ મેટ્રોલૉજી (પૅક્ડ કૉમોડિટીઝ) રૂલ્સ ૨૦૧૧માં સુધારો કરીને આ લેબલિંગ નિયમ લાગુ કર્યો છે જે સોમવારથી અમલમાં આવી ગયો છે. નવા નિયમ મુજબ શાકાહારી પ્રોડક્ટ્સ પર લીલા રંગનું ટપકું (ગ્રીન ડૉટ) અને માંસાહારી પ્રોડક્ટ્સ પર લાલ અથવા કથ્થઈ રંગનું ટપકું (રેડ કે બ્રાઉન ડૉટ) લગાડવું પડશે.
આ સિમ્બૉલ પૅકેજિંગના મુખ્ય ડિસ્પ્લે પૅનલની ટોચ પર જ સ્પષ્ટ દેખાય એ રીતે છાપવાનું રહેશે. આ નિર્ણયથી ગ્રાહકો પોતાની પસંદગી મુજબ વેજ કે નૉનવેજ પ્રોડક્ટ્સની ખરીદી સહેલાઈથી કરી શકશે.


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2026 07:25 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK