રાજ્યપાલે સરકારને ભવિષ્યમાં આવી ઘટનાઓના સંચાલન માટે સ્ટૅન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) ઘડવાનો આગ્રહ કર્યો
તસવીર સૌજન્યઃ એજન્સી
કલકત્તાના સૉલ્ટ લેક સ્ટેડિયમમાં લીઅનલ મેસીની ઇવેન્ટમાં થયેલી અંધાધૂંધીના એક દિવસ પછી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી. વી. આનંદ બોઝે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. રાજ્યપાલ મુખ્ય સચિવ મનોજ પંત અને વરિષ્ઠ પોલીસ-અધિકારીઓ સાથે વ્યક્તિગત રીતે મૂલ્યાંકન કરવા માટે સ્ટેડિયમ પહોંચ્યા હતા. રાજ્યપાલે સરકારને ભવિષ્યમાં આવી ઘટનાઓના સંચાલન માટે સ્ટૅન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) ઘડવાનો પણ આગ્રહ કર્યો. તેમણે એમ પણ કહ્યું કે અંધાધૂંધી માટે જવાબદાર તમામ લોકોની ધરપકડ કરવી જોઈએ અને આયોજકોએ તાત્કાલિક દર્શકોને ટિકિટના પૈસા પરત કરવા જોઈએ.


