૧૫ ડિસેમ્બરે ઓમાનના મસ્કતમાં વિમેન્સ જુનિયર હૉકી એશિયા કપમાં ચીનને હરાવીને ભારત સતત બીજી વાર ચૅમ્પિયન બન્યું છે
જુનિયર હૉકી ટીમ
૧૫ ડિસેમ્બરે ઓમાનના મસ્કતમાં વિમેન્સ જુનિયર હૉકી એશિયા કપમાં ચીનને હરાવીને ભારત સતત બીજી વાર ચૅમ્પિયન બન્યું છે. મૅચ ૧-૧થી ડ્રૉ થયા બાદ પેનલ્ટી શૂટઆઉટમાં ભારતીય ટીમે ૩-૨થી બાજી મારી હતી. આ ટુર્નામેન્ટમાં સાઉથ કોરિયા (ચાર વાર) અને ચીન (ત્રણ વાર) બાદ ભારત (બે વાર) સૌથી વધુ ટાઇટલ જીતનાર ટીમ છે. ગઈ કાલે બૅન્ગલોરના સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા ગાર્ડ ઑફ ઑનરની સાથે પુષ્પવર્ષાથી આ ચૅમ્પિયન ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.