2023ના એશિયા કપ (Asia Cup 2023)ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયા (India)એ શ્રીલંકા (Sri Lanka)ને આસાનીથી હરાવીને ટાઈટલ જીત્યું છે. ભારતે રેકૉર્ડ આઠમી વખત એશિયા કપ ટ્રોફી જીતી છે. ફાઈનલ મેચમાં શ્રીલંકાની ટીમ માત્ર 50 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ભારતીય ટીમે માત્ર 6.1 ઓવરમાં જ સરળતાથી લક્ષ્યનો પીછો કરી લીધો હતો. હવે આવો જ નજારો ૧૯ નવેમ્બરે વર્લ્ડકપમાં જોવા મળે તેવી અપેક્ષા ક્રિકેટપ્રેમીઓને છે.
(તસવીરો : એ.એફ.પી./પી.ટી.આઇ.)
18 September, 2023 01:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent