ન્યુ ઝીલૅન્ડને ઇંગ્લૅન્ડ સામેની હાર બાદ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ના પૉઇન્ટ-ટેબલમાં સ્થાનનું નુકસાન નથી થયું, પણ...
પ્રતીકાત્મક તસવીર
ન્યુ ઝીલૅન્ડને ઇંગ્લૅન્ડ સામેની હાર બાદ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ના પૉઇન્ટ-ટેબલમાં સ્થાનનું નુકસાન નથી થયું, પણ કિવી ટીમની પૉઇન્ટ ટકાવારી ૫૪.૫૫થી ઘટીને ૫૦.૦૦ થઈ ગઈ છે જેને કારણે ચોથા ક્રમે શ્રીલંકા (૫૦.૦૦) પણ એની સાથે સંયુક્ત રીતે જોડાયું છે. સાઉથ આફ્રિકા સામે પહેલી ટેસ્ટ હાર્યા બાદ શ્રીલંકા ત્રીજાથી પાંચમા ક્રમે સરકી ગયું હતું.
ઇંગ્લૅન્ડની ટીમ પણ છઠ્ઠા સ્થાને જળવાઈ રહી છે અને એની પૉઇન્ટ ટકાવારી ૪૦.૭૯થી વધીને ૪૩.૭૫ થઈ ગઈ છે. ઇંગ્લૅન્ડની ટીમ ફાઇનલિસ્ટ બનવાની રેસમાંથી લગભગ બહાર ચાલી રહી છે, પણ ન્યુ ઝીલૅન્ડે દાવેદારી નોંધાવવા આ WTC સીઝનની પોતાની છેલ્લી બે ટેસ્ટ એટલે કે ઇંગ્લૅન્ડ સામેની આગામી બે ટેસ્ટ જીતવી પડશે. આ પૉઇન્ટ-ટેબલમાં ભારત (૬૧.૧૧) પહેલા ક્રમે, સાઉથ આફ્રિકા (૫૯.૨૬) બીજા ક્રમે, જ્યારે ઑસ્ટ્રેલિયા (૫૭.૬૯) ત્રીજા ક્રમે છે.