Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Test Cricket

લેખ

ટૉપ ટેન લાયન્સ ચૅમ્પિયન

VPL T20 2025ની લો સ્કોરિંગ મૅચમાં રંગોલી વાઇકિંગ્સને હરાવીને લાયન્સ ચૅમ્પિયન

ટૉપ ટેન લાયન્સ તરફથી બોલિંગમાં નિશિત ગાલાએ ૪ ઓવરમાં ૧૩ રન આપી ૪ વિકેટ લીધી હતી. કૅપ્ટન ભાવિક ગીંદરા અને દીપક શાહે બે-બે વિકેટ લીધી હતી.

01 April, 2025 10:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માર્ક ચૅપમૅન

બાવીસ રનમાં અંતિમ સાત વિકેટ ગુમાવીને હારી ગયું પાકિસ્તાન

પ્લેયર ઑફ ધ મૅચ માર્ક ચૅપમૅને ૧૧૧ બૉલમાં ફટકાર્યા ૧૩૨ રન : પહેલી વન-ડેમાં ન્યુ ઝીલૅન્ડના ૩૪૫ રનના ટાર્ગેટ સામે પાકિસ્તાન ૨૭૧ રનમાં ઑલઆઉટ

30 March, 2025 10:14 IST | Wellington | Gujarati Mid-day Correspondent
VPL T20નો આજે જામશે જોરદાર ફાઇનલ મુકાબલો

શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત VPL T20નો આજે જામશે જોરદાર ફાઇનલ મુકાબલો

ગઈ સીઝનની ચૅમ્પિયન રહેલી રંગોલી વાઇકિંગ્સ અને આ સીઝનની બેસ્ટ રહેલી ટૉપ ટેન લાયન્સ ટીમ વચ્ચે રમાશે આખરી જંગ

30 March, 2025 09:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

IPLની ઓપનિંગ વીક-એન્ડમાં રેકૉર્ડ-બ્રેક વ્યુઅરશિપ

IPL 2025ના ઓપનિંગ વીક-એન્ડમાં ડિજિટલ વ્યુઅરશિપ ગઈ સીઝન કરતાં ૪૦ ટકા વધુ જોવા મળી છે

30 March, 2025 08:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

મિડ-ડે ક્રિકેટ

કચ્છી કડવા પાટીદારનું કમબૅક, સૌથી વધુ પાંચમી વાર ચૅમ્પિયન

૨૦૨૦માં સળંગ ચોથી વાર વિજેતા બન્યા બાદ છેલ્લી ૩ સીઝનની નિષ્ફળતાને ભુલાવીને ફરી ચૅમ્પિયન ટચ બતાવીને બન્યા મિડ-ડે કપના નંબર વન ચૅમ્પિયન :  પ્રથમ વાર ફાઇનલમાં રમી રહેલી પરજિયા સોનીના કમાલના પર્ફોર્મન્સ છતાં પ્રથમ ઇનિંગ્સમાં આપેલી ૨૧ રનની લીડને લીધે ૩૦ રનથી પરાજય જોવો પડ્યો : મૅન ઑફ ધ મૅચ દિનેશ નાકરાણીની પ્રથમ ઇનિંગ્સની ૩૨ બૉલમાં ૩ સિક્સર અને ૭ ફોર સાથેની ૬૦ રનની અફલાતૂન ઇનિંગ્સ બની નિર્ણાયક : શાનદાર ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ સાથે કચ્છી કડવા પાટીદારનો વેદાંશ ધોળુ બન્યો સીઝનનો સુપરસ્ટાર ‍કાંદિવલી-વેસ્ટમાં આવેલા પોઇસર જિમખાનામાં ગઈ કાલે રમાયેલી મિડ-ડે કપ ૨૦૨૫ની ફાઇનલ અપેક્ષા પ્રમાણે ખૂબ રોમાંચક રહી હતી. મિડ-ડે કપની ૧૦મી, ૧૧મી, ૧૨મી અને ૧૩મી સળંગ ચાર સીઝનમાં ચૅમ્પિયન બનીને દબદબો જાળવી રાખનાર કચ્છી કડવા પાટીદારે પ્રથમ વાર ફાઇનલમાં પ્રવેશ કરીને કમાલ કરનાર પરજિયા સોનીને ૩૦ રનથી હરાવીને નવો રેકૉર્ડ બનાવી દીધો હતો. અત્યાર સુધી આ ટુર્નામેન્ટ સૌથી વધુ ચાર વાર જીતવાનો રેકૉર્ડ કચ્છી કડવા પાટીદાર અને ચરોતર રૂખીના સંયુક્ત નામે હતો, પણ હવે વધુ એક કમાલ સાથે પાંચમી વાર ટ્રોફી જીતીને કચ્છી કડવા પાટીદારે મિડ-ડે કપનું ચૅમ્પિયન નંબર વન બની ગયું છે. મૅન આૅફ ધ ફાઇનલ કચ્છી કડવા પાટીદારના દિનેશ નાકરાણીને પાયલ અને વિશાલ પોકારના હસ્તે ટ્રોફી અને ગિફ્ટ હૅમ્પર આપવામાં આવ્યું હતું. દિનેશ નાકરાણીએ ફાઇનલમાં શાનદાર ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ કરતાં બન્ને ઇનિંગ્સમાં કુલ ૫૦ બૉલમાં ૮૬ રન બનાવ્યા હતા, ૩ વિકેટ લીધી હતી અને બે કૅચ પકડ્યા હતા. તસવીરો : અતુલ કાંબળે પ્રથમ ઇનિંગ્સમાં શું થયું? પ્રથમ ઇનિંગ્સમાં પરજિયા સોનીના કૅપ્ટન વિકી સોનીએ ટૉસ જીતીને સવારની ભેજવાળી આઉટ ફીલ્ડનો લાભ લેવા જરાય ખચકાટ વગર પ્રથમ બોલિંગ કરવાનું પસંદ ર્ક્યું હતું. પ્રથમ ચાર ઓવરમાં માત્ર ૨૭ રનમાં બન્ને ઓપનરો ભાવિક ભગત અને વેદાંશુ ધોળુને આઉટ કરી દેતાં પરજિયા સોનીનો એ નિર્ણય યોગ્ય લાગી રહ્યો હતો. જોકે ત્યાર બાદ સ્ટાર ઑલરાઉન્ડર અને યુગાન્ડાની નૅશનલ ટીમ વતી રમતા દિનેશ નાકરાણીએ બાજી પોતાના હાથમાં લઈને ૩૨ બૉલમાં ૩ સિક્સર અને સાત ફોર સાથે ૬૦ રનની અફલાતૂન ઇનિંગ્સના જોરે ટીમના સ્કોરને ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૧૦ રન પર પહોંચાડી દીધો હતો. પરજિયા સોનીએ પહેલી જ ઓવરમાં બન્ને ઓપનરો કૅપ્ટન વિકી સોની અને જિગર સોની ગુમાવીને ખરાબ શરૂઆત કરી હતી. આ સીઝનનો એકમાત્ર સેન્ચુરિયન રાહુલ સોની (૨૨) અને યશ ધાણક (૨૫) વળતી લડત છતાં પરજિયા સોની ૧૦ ઓવરમાં છેલ્લા બૉલે ૮૯ રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. એ સાથે કચ્છી કડવા પાટીદારે મહત્ત્વપૂર્ણ ૨૧ રનની લીડ લીધી હતી. બીજી ઇનિંગ્સમાં શું થયું? બીજી ઇનિંગ્સમાં કચ્છી કડવા પાટીદારના કૅપ્ટન જિજ્ઞેશ નાકરાણીએ ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ફરી તેમણે પ્રથમ ૩ ઓવરમાં માત્ર ૨૪ રનના સ્કોર પર બન્ને ઓપનરો ભાવિક ભગત અને વેદાંશ ધોળુ તેમ જ વંશ પટેલને ગુમાવીને નબળી શરૂઆત કરી હતી. પ્રથમ ઇનિંગ્સના હીરો દિનેશ નાકરાણીને પણ (૧૮ બૉલમાં ૨૬ રન) વહેલો આઉટ કરીને પરજિયા સોનીએ બીજી ઇનિંગ્સમાં જબરું કમબૅક કર્યું હતું. તેઓ આખરે કચ્છી કડવા પાટીદારને ૧૦ ઓવરમાં માત્ર પાંચ વિકેટે ૮૫ રન સુધી સીમિત રાખવામાં સફળ થયા હતા. પ્રથમ ઇનિંગ્સની ૨૧ રનની લીડને લીધે તેમને જીત માટે ૧૦૭ રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઓપનરો યશ ધાણક (૧૦) અને જિગર સોની (૨૫ રન)એ ટીમને યોગ્ય શરૂઆત કરાવી આપતાં કચ્છી કડવા પાટીદારના કૅમ્પમાં સોંપો પડી ગયો હતો, પણ વેદાંશ ધોળુના ૧૮ રનમાં ૩ વિકેટ સાથેના તરખાટને અને નિરંતર વિકેટ પતનને લીધે પરજિયા સોની ટીમ ૧૦ ઓવરમાં ૮ વિકેટે ૭૬ રન જ બનાવી શકી હતી અને ૩૦ રનથી હારી રનર-અપની ટ્રોફીથી સંતોષ માનવો પડ્યો હતો. મિડ-ડે કપના ચૅમ્પિયનો કચ્છી કડવા પાટીદાર (પાંચ વાર) : (૨૦૧૭, ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૫) ચરોતર રૂખી (ચાર વાર) : (૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૩, ૨૦૧૫) કપોળ (૩ વાર) : (૨૦૧૦, ૨૦૨૧, ૨૦૨૪) હાલાઈ લોહાણા (૩ વાર) : (૨૦૧૪, ૨૦૧૬, ૨૦૨૩) વાગડ વીસા ઓસવાળ જૈન (બે વાર) : (૨૦૦૮, ૨૦૦૯) ફર્સ્ટ ઇનિંગ્સનો સ્કોર-બોર્ડ ટૉસ : પરજિયા સોનીએ ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી કચ્છી કડવા પાટીદાર : ફર્સ્ટ ઇનિંગ્સ પ્લેયર              રન       બૉલ     ૬          ૪ ભાવિક ભગત કૉ. દેવાંગ સાગર બૉ. ધર્મિત ધાણક         ૧૨       ૧૦       ૦          ૨ વેદાંશ ધોળુ બૉ. દેવાંગ સાગર   ૪          ૭          ૦          ૦ દિનેશ નાકરાણી એલબીડબ્લ્યુ બૉ. પરીક્ષિત ધાણક       ૬૦       ૩૨       ૩          ૭ વંશ પટેલ કૉ. યશ ધાણક બૉ. દેવાંગ સાગર      ૧૦       ૯          ૦          ૧ તેજસ શેઠિયા નૉટઆઉટ           ૧          ૧          ૦          ૦ જેસલ નાકરાણી એલબીડબ્લ્યુ બૉ. પરીક્ષિત ધાણક       ૦          ૧          ૦          ૦ કુલ રન (૧૦ ઓવર) ૧૧૦/૫ વિકેટ-પતન : ૧/૧૭ (૨.૧), ૨/૨૧ (૩.૩), ૩/૮૯ (૭.૬), ૪/૧૧૦ (૯.૫), ૫/૧૧૦ (૯.૬) બોલિંગ ઓવર  મેઇડન રન       વિકેટ મોનિલ સોની    ૨          ૦          ૩૨       ૦ ધવલ સોની      ૧          ૦          ૩          ૦ ધર્મિત ધાણક    ૨          ૦          ૧૫       ૧ દેવાંગ સાગર    ૨          ૦          ૧૬       ૨ પરીક્ષિત ધાણક            ૨          ૦          ૧૩       ૨ યશ ધાણક       ૧          ૦          ૧૩       ૦ પરજિયા સોની : ફર્સ્ટ ઇનિંગ્સ પ્લેયર  રન       બૉલ     ૬          ૪ વિકી સોની કૉ. જેસલ નાકરાણી બૉ. વેદાંશ ધોળુ ૨          ૨          ૦          ૦ જિગર સોની કૉ. ધરમ ચોપડા બૉ. વેદાંશ ધોળુ   ૦          ૨          ૦          ૦ રાહુલ સોની કૉ. ભાવિક ભગત બૉ. હિરેન રંગાણી           ૨૨       ૧૫       ૦          ૩ યશ ધાણક કૉ. હિરેન રંગાણી બૉ. જેસલ નાકરાણી         ૨૫       ૨૧       ૧          ૨ મોનિલ સોની રનઆઉટ (તેજસ શેઠિયા) ૫          ૩          ૦          ૧ દેવાંશ હીરાણી કૉ. વંશ પટેલ બૉ. વેદાંશ ધોળુ    ૯          ૮          ૦          ૧ ધવલ સોની બૉ. દિનેશ નાકરાણી          ૭          ૪          ૦          ૧ ધર્મિત ધાણક બૉ. દિનેશ નાકરાણી        ૪          ૪          ૦          ૦ પરીક્ષિત ધાણક રનઆઉટ (ધરમ ચોપડા)         ૦          ૦          ૦          ૦ સારંગ સોની નૉટઆઉટ ૦          ૦          ૦          ૦ દેવાંગ સાગર રનઆઉટ            ૨          ૧          ૦          ૦ કુલ રન (૧૦ ઓવર) ૮૯ ઑલઆઉટ વિકેટ-પતન : ૧/૨ (૦.૨), ૨/૩ (૦.૫), ૩/૫૨ (૫.૨), ૪/૬૩ (૬.૨), ૫/૬૭ (૭.૪), ૬/૭૪ (૮.૨), ૭/૮૦ (૮.૬), ૮/૮૧ (૯.૨), ૯/૮૭ (૯.૫), ૧૦/૮૯ (૯.૬)   બોલિંગ ઓવર  મેઇડન રન       વિકેટ વેદાંશ ધોળુ      ૨          ૦          ૧૨       ૩ ભાવિક ભગત   ૨          ૦          ૧૬       ૦ જેસલ નાકરાણી            ૨          ૦          ૧૪       ૧ હિરેન રંગાણી   ૨          ૦          ૨૨       ૧ દિનેશ નાકરાણી            ૨          ૦          ૧૩       ૨ સેકન્ડ ઇનિંગ્સનો સ્કોર-બોર્ડ ટૉસ : કચ્છી કડવા પાટીદારે ટૉસ જીતીને બૅટિંગ લીધી કચ્છી કડવા પાટીદાર : સેકન્ડ ઇનિંગ્સ પ્લેયર  રન       બૉલ     ૬          ૪ ભાવિક ભગત કૉ. યશ ધાણક બૉ. ધવલ સોની   ૪          ૩          ૦          ૧ વેદાંશ ધોળુ કૉ. ધર્મિત ધાણક બૉ. ધવલ સોની  ૯          ૬          ૦          ૨ દિનેશ નાકરાણી કૉ. યશ ધાણક બૉ. ધર્મિત ધાણક         ૨૬       ૧૮       ૨          ૨ વંશ પટેલ સ્ટમ્પ દેવાંશ હીરાણી બૉ. દેવાંગ સાગર         ૨          ૩          ૦          ૦ જેસલ નાકરાણી સ્ટમ્પ દેવાંશ હીરાણી બૉ. પરીક્ષિત ધાણક         ૧૫       ૧૬       ૦          ૨ તેજસ શેઠિયા નૉટઆઉટ           ૧૮       ૧૩       ૧          ૨ દિલીપ લીંબાણી નૉટઆઉટ      ૧          ૧          ૦          ૦ કુલ રન (૧૦ ઓવર) ૮૫/૫ વિકેટ-પતન : ૧/૧૫ (૧.૧), ૨/૧૬ (૧.૫), ૩/૨૪ (૨.૫), ૪/૫૫ (૬.૨), ૫/૭૪ (૯.૨) બોલિંગ ઓવર  મેઇડન રન       વિકેટ મોનિલ સોની    ૨          ૦          ૧૮       ૦ ધવલ સોની      ૨          ૦          ૧૦       ૨ દેવાંગ સાગર    ૨          ૦          ૧૮       ૧ પરીક્ષિત ધાણક            ૨          ૦          ૧૩       ૧ ધર્મિત ધાણક    ૨          ૦          ૨૨       ૧ પરજિયા સોની : સેકન્ડ ઇનિંગ્સ (ટાર્ગેટ - ૧૦૭ રન) પ્લેયર              રન       બૉલ     ૬          ૪ યશ ધાણક કૉ. દિનેશ નાકરાણી બૉ. ભાવિક ભગત         ૧૦       ૭          ૦          ૨ જિગર સોની એલબીડબ્લ્યુ બૉ. દિનેશ નાકરાણી ૨૫       ૨૦       ૦          ૪ રાહુલ સોની કૉ. દિનેશ નાકરાણી બૉ. હિરેન રંગાણી        ૧૧       ૧૧       ૦          ૨ મોનિલ સોની એલબીડબ્લ્યુ બૉ. જેસલ નાકરાણી           ૫          ૬          ૦          ૧ વિકી સોની કૉ. હિરેન રંગાણી બૉ. વેદાંશ ધોળુ    ૨          ૫          ૦          ૦ દેવાંશ હીરાણી રનઆઉટ           ૯          ૪          ૧          ૦ ધવલ સોની નૉટઆઉટ ૦          ૨          ૦          ૦ પરીક્ષિત ધાણક બૉ. વેદાંશ ધોળુ           ૦          ૧          ૦          ૦ ધર્મિત ધાણક કૉ. તેજસ શેઠિયા બૉ. વેદાંશ ધોળુ             ૪          ૨          ૦          ૧ દેવેન સતીકુવર નૉટઆઉટ       ૪          ૨          ૦          ૧ કુલ રન (૧૦ ઓવર)                 ૭૬/૮ વિકેટ-પતનઃ ૧/૧૩ (૧.૬), ૨/૫૧ (૫.૫), ૩/૫૩ (૬.૬), ૪/૫૬ (૭.૨), ૫/૬૯ (૮.૩), ૬/૬૯ (૯.૧), ૭/૬૯ (૯.૨), ૮/૭૩ (૯.૪) બોલિંગ ઓવર  મેઇડન રન       વિકેટ વેદાંશ ધોળુ      ૨          ૦          ૧૮       ૩ ભાવિક ભગત   ૨          ૦          ૯          ૧ જેસલ નાકરાણી            ૨          ૦          ૨૬       ૧ હિરેન રંગાણી   ૨          ૦          ૧૩       ૧ દિનેશ નાકરાણી            ૨          ૦          ૪          ૧ રિઝલ્ટ : કચ્છી કડવા પાટીદારનો ૩૦ રનથી વિજય

25 March, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઑસ્ટ્રેલિયાનો કેપ્ટન પૅટ કમિન્સ અને સાથે બૅટર ટ્રૅવિસ હેડ (તસવીરો: મિડ-ડે)

IND vs AUS 5મી ટૅસ્ટ માટે કંગારુઓની તૈયારી શરૂ, જુઓ પ્રેક્ટિસ સેશનની આ તસવીરો

બોર્ડર-ગાવસ્કર ટ્રૉફીની પાંચમી અને છેલ્લી ટૅસ્ટ મૅચ પહેલા, ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના સુકાની પૅટ કમિન્સ અન્ય ખેલાડીઓ સાથે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ સેશન માટે પહોંચી ગયો છે. આ દરમિયાન ઑસ્ટ્રેલિયન ટીમ ગ્રાઉન્ડ પર જોરદાર પ્રેક્ટિસ કરતી જોવા મળી હતી જેની તસવીરો હવે સામે આવી છે. (તસવીરો: મિડ-ડે)

01 January, 2025 03:10 IST | Sydney | Gujarati Mid-day Online Correspondent
સેન્ચુરી બાદ ટ્રૅવિસ હેડનું સેલિબ્રેશન (તસવીર: મિડ-ડે)

IND vs AUS 3જી ટૅસ્ટ:પહેલા દિવસે વરસાદ તો બીજા દિવસે ટ્રૅવિસ હેડે મેદાન ગજાવ્યું

ટીમ ઈન્ડિયા સામે ચાલી રહેલી ત્રીજી ટૅસ્ટ મૅચમાં ઑસ્ટ્રેલિયાના ધૂમ મચાવતા બૅટર ટ્રૅવિસ હેડે ભારતીય ક્રિકેટ ટીમ સામે ફરી એક વખત પોતાનું શાનદાર પર્ફોર્મન્સ બતાવ્યું હતું. તો ચાલો જાણીએ કે ત્રીજી ટેસ્ટ મૅચનો પહેલો દિવસ વરસાદે બગાડ્યા બાદ બીજા દિવસે કાંગારૂઓએ મેદાન પર કેવું પ્રદર્શન કર્યું. (તસવીરો: મિડ-ડે)

15 December, 2024 03:04 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રવિચંદ્રન અશ્વિન અને ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ બૉલર નેથન લાયન (તસવીર: મિડ-ડે)

ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિને કરી એવી કમાલ કે આ ઑસ્ટ્રેલિયન ખેલાડીને છોડી દીધો પાછળ

ભારતના અનુભવી સ્પિન બૉલર ​​રવિચંદ્રન અશ્વિને ન્યૂઝીલેન્ડ સામેની ભારતની બીજી ટૅસ્ટ મૅચ દરમિયાન ઑસ્ટ્રેલિયાના નેથન લાયનને પાછળ છોડી દીધો છે. અહીં જાણો આર. અશ્વિનની આ નવી સિદ્ધિ વિશે. (તસવીર: મિડ-ડે)

24 October, 2024 05:53 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

WTC Final 2023 : ઑસ્ટ્રેલિયા સામે ભારતની હાર પર નિરાશ ચાહકે આપી આવી પ્રતિક્રિયા

WTC Final 2023 : ઑસ્ટ્રેલિયા સામે ભારતની હાર પર નિરાશ ચાહકે આપી આવી પ્રતિક્રિયા

11 જૂને ઓસ્ટ્રેલિયા સામે 2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં હારી જતાં ભારતનું ICC ટાઇટલ જીતવાનું સપનું અધૂરું રહું ગયું. ભારતની બીજી ઇનિંગ્સમાં 444 રનનો પીછો કરવામાં નિષ્ફળ રહેતા ભારત WTCની 210 રનથી હારી ગયું હતું. ઑવલમાં ભારતીય ટીમના પ્રદર્શનથી ચાહકો ખૂબ જ નિરાશ થયા હતા.

12 June, 2023 01:13 IST | London
WTC ફાઇનલ 2023: ઑસ્ટ્રેલિયાના DY હાઇ કમિશનરની IND vs AUS મેચ સ્ક્રીનિંગમાં હાજરી

WTC ફાઇનલ 2023: ઑસ્ટ્રેલિયાના DY હાઇ કમિશનરની IND vs AUS મેચ સ્ક્રીનિંગમાં હાજરી

ભારતમાં ઑસ્ટ્રેલિયાના ડેપ્યુટી હાઈ કમિશનર, સારાહ સ્ટોરીએ 09 જૂનના રોજ દિલ્હીમાં ઑસ્ટ્રેલિયન હાઈ કમિશન ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલની સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. મીડિયા સાથે વાત કરતા, તેમણે કહ્યું કે WTC ફાઈનલમાં ઉત્તમ સ્પર્ધા જોવા મળી રહી છે. તેમણે કહ્યું, “વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ શાનદાર સ્પર્ધા બતાવી રહી છે. આપણી બેસ્ટ ટીમો એકબીજા સાથે રમી રહી છે.

10 June, 2023 05:11 IST | New Delhi
WTC ફાઇનલ 2023: ભારતીય ચાહકો લંડનમાં Ind Vs Aus ક્લેશ માટે ઉત્સાહિત

WTC ફાઇનલ 2023: ભારતીય ચાહકો લંડનમાં Ind Vs Aus ક્લેશ માટે ઉત્સાહિત

લંડનમાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે સ્ટેજ તૈયાર છે. ભારતીય પ્રશંસકો ઓવલની બહાર ટીમ ઈન્ડિયા માટે ચીયર કરતા જોવા મળ્યા હતા. ટીમની બસો સ્ટેડિયમમાં આવી પહોંચી અને ચાહકો ઉમટી પડ્યા. ભારત ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.

07 June, 2023 09:12 IST | England
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી : PM મોદી અને ઓસ્ટ્રેલિયન PM પહોંચ્યા અમદાવાદ સ્ટેડિયમમાં

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી : PM મોદી અને ઓસ્ટ્રેલિયન PM પહોંચ્યા અમદાવાદ સ્ટેડિયમમાં

બોર્ડર ગાવસ્કર ટ્રોફી ૨૦૨૩ શ્રેણી માટે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 09 માર્ચે ગુજરાતના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.

09 March, 2023 12:55 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK
News Hub