સ્કૉટલૅન્ડની ટીમને ગઈ કાલે ૧૦ વિકેટે હરાવીને ઇંગ્લૅન્ડે ગ્રુપ Bમાંથી સેમી ફાઇનલિસ્ટ બનવાની દાવેદારી મજબૂત કરી છે. પહેલાં બૅટિંગ કરીને સ્કૉટિશ ટીમે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૦૯ રન બનાવ્યા હતા.
ઈંગ્લેન્ડ વિમેન્સ ક્રિકેટ ટીમ પ્લેયર
સ્કૉટલૅન્ડની ટીમને ગઈ કાલે ૧૦ વિકેટે હરાવીને ઇંગ્લૅન્ડે ગ્રુપ Bમાંથી સેમી ફાઇનલિસ્ટ બનવાની દાવેદારી મજબૂત કરી છે. પહેલાં બૅટિંગ કરીને સ્કૉટિશ ટીમે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૦૯ રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લૅન્ડે એક પણ વિકેટ ગુમાવ્યા વગર ૧૦ ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરીને નેટ રનરેટ વધાર્યો હતો. ગ્રુપ Bમાં સેમી ફાઇનલની રેસમાંથી બંગલાદેશ અને સ્કૉટલૅન્ડ બહાર થઈ ગયાં છે. આ જીત સાથે ઇંગ્લૅન્ડ પૉઇન્ટ-ટેબલમાં ત્રીજાથી પહેલા સ્થાને પહોંચી ગયું છે.
ટૉપ 2માં પહોંચવા ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. આ ગ્રુપની છેલ્લી મૅચ ૧૫ ઑક્ટોબરે વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાશે. જો ઇંગ્લૅન્ડ જીતશે તો ૮ પૉઇન્ટ મેળવીને એ સાઉથ આફ્રિકા સાથે સેમી ફાઇનલિસ્ટ બનશે, પણ વેસ્ટ ઇન્ડીઝ જીતશે તો ત્રણેય ટીમના ૬-૬ પૉઇન્ટ સરખા થશે અને નિર્ણય નેટ રનરેટના આધારે નક્કી થશે. મોટો ઊલટફેર કરવા વેસ્ટ ઇન્ડીઝની ટીમે ઇંગ્લૅન્ડ સામે અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચમાં મોટા માર્જિનથી જીત મેળવીને નેટ રનરેટ સુધારવો પડશે.
ADVERTISEMENT
ગ્રુપ Bનું પૉઇન્ટ્સ ટેબલ
ઇંગ્લૅન્ડ (+૧.૭૧૬) ત્રણ મૅચમાં ૬ પૉઇન્ટ
સાઉથ આફ્રિકા (+૧.૩૮૨) ચાર મૅચમાં ૬ પૉઇન્ટ
વેસ્ટ ઇન્ડીઝ (+૧ .૭૦૮ ) ત્રણ મૅચમાં ચાર પૉઇન્ટ
બંગલાદેશ (-૦.૮૪૪) ચાર મૅચમાં બે પૉઇન્ટ
સ્કૉટલૅન્ડ (-૩.૧૨૯) ચાર મૅચમાં ઝીરો પૉઇન્ટ