આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ફુટબૉલર સ્ટાર લીઅનલ મેસી પોતાની GOAT ઇન્ડિયા ટૂરની ઇવેન્ટ માટે આવી રહ્યો છે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા
સ્ટાર કપલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ગઈ કાલે એક પ્રાઇવેટ ઍરપોર્ટથી મુંબઈમાં એન્ટ્રી કરી હતી. સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે વન-ડે સિરીઝ રમ્યા બાદ લંડન પરત ફરેલો વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કાને લઈને ભારત આવ્યો ત્યારે બન્ને હળવામૂડમાં ફોટોગ્રાફર્સને સ્માઇલ આપતાં જોવા મળ્યાં હતાં. ૧૧ ડિસેમ્બરે આ સ્ટાર કપલનાં લગ્નનાં આઠ વર્ષ પૂરાં થયાં હતાં. આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ફુટબૉલર સ્ટાર લીઅનલ મેસી પોતાની GOAT ઇન્ડિયા ટૂરની ઇવેન્ટ માટે આવી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે વિરુષ્કા આ ઇવેન્ટમાં હાજરી આપવા માટે ભારત આવ્યાં છે.


