સની દેઓલ અને અમીષા પટેલે તેમના ચાહકોને વૅલેન્ટાઇન્સ ડેની ગિફ્ટ આપી છે. તેમણે આ ફિલ્મનું મોશન પિક્ચર ગઈ કાલે શૅર કર્યું હતું. આ ફિલ્મનું નામ ‘ગદર 2 - ધ કથા કન્ટિન્યુઝ’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સની દેઓલ તારા સિંહ અને અમીષા પટેલ સકીનાના રોલમાં ફરી જોવા મળશે. આ ફિલ્મ અગિયાર ઑગસ્ટે રિલીઝ થવાની છે. આ ફિલ્મને અનિલ શર્મા અને ઝી સ્ટુડિયોઝે મળીને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મની સીક્વલ ૨૨ વર્ષ બાદ બની છે અને એથી સ્ટોરી પણ ૨૦ વર્ષની લીપ લેશે. ‘ગદર 2’ની સ્ટોરી ૧૯૭૧ની ઇન્ડિયા-પાકિસ્તાન વૉર પર આધારિત છે.
15 February, 2023 03:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent