મૅચમાં બે કૅચ પકડનાર ગ્લેન ફિલિપ્સે ચૅમ્પિયન્સ ટ્રોફી 2025ની ઓપનિંગ મૅચમાં પાકિસ્તાન સામે કૅપ્ટન મોહમ્મદ રિઝવાનને પણ આ જ રીતે ડાઇવ લગાવીને પકડેલા કૅચથી આઉટ કર્યો હતો.
દુબઈમાં ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 જીતીને ભારતે ૧૨ વર્ષ લાંબી વન-ડે ટાઇટલના દુકાળનો અંત આણ્યો હતો. બે વન-ડે વર્લ્ડ કપ, બે T20 વર્લ્ડ કપ અને ત્રણ ચૅમ્પિયન્સ ટ્રોફી ટાઇટલ સાથે ટીમ ઇન્ડિયા (૭) ઑસ્ટ્રેલિયા (૧૦) બાદ સૌથી વધુ ICC ટાઇટલ જીતનાર ટીમ છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે ઑલમોસ્ટ આઠ મહિનાની અંદર બે ICC ટાઇટલ (T20 વર્લ્ડ કપ ૨૦૨૪ અને ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫) જીત્યાં છે.
ભારતીય ટીમ સતત ICC ટાઇટલ જીતનારી ક્રિકેટ ઇતિહાસની ત્રીજી ટીમ પણ બની છે. ભારત પહેલાં આ દુર્લભ સિદ્ધિ વેસ્ટ ઇન્ડીઝ (૧૯૭૫ અને ૧૯૭૯ વર્લ્ડ કપ) અને ઑસ્ટ્રેલિયાએ જ મેળવી છે. ઑસ્ટ્રેલિયાએ બે વાર આ સિદ્ધિ મેળવી છે, ૨૦૦૬માં ચૅમ્પિયન્સ ટ્રોફી અને ૨૦૦૭માં વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો અને ત્યાર બાદ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ૨૦૨૩ની ફાઇનલ અને ૨૦૨૩માં વન-ડે વર્લ્ડ કપ જીતીને આ સિદ્ધિનું પુનરાવર્તન કર્યું હતું.
ભારતની આ ઐતિહાસિક જીત બાદ ૩૦ વર્ષના શ્રેયસ ઐયરથી લઈને ૭૫ વર્ષના સુનીલ ગાવસકર સુધી તમામ ભારતીય ઝૂમી ઊઠ્યા હતા. શ્રેયસ ઐયરે લોકપ્રિય સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ઐયર નામના પાત્રનો આઇકૉનિક ડાન્સ દુબઈમાં કર્યો હતો. ભારતીય ટીમે જ્યારે પોડિયમ પર જીતની ઉજવણી કરી ત્યારે સુનીલ ગાવસકર પણ નાના બાળકની જેમ દુબઈના મેદાન પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. કૉમેન્ટેટર નવજોત સિંહ સિધુએ હેડ કોચ ગૌતમ ગંભીર અને ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે ભાંગડા ડાન્સ પણ કર્યો હતો. ઉજવણી સમયે ભારતીય પ્લેયર્સનો દાંડિયા અને ગંગનમ સ્ટાઇલ ડાન્સ પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.
રવિવારે એટલે કે 12 એપ્રિલ 2024ના રોજ દુનિયાભરમાં ‘Mother’s Day’ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. જો મધર્સ ડેના દિવસે તમે પણ તમારી મમ્મી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરીને તમારી વચ્ચેના માતા અને બાળકના બોન્ડને વધુ મજબૂત બનાવવા માગો છો તો એપ્રિલ મહિનાની કાળઝાક ગરમીમાં ઘરની બહાર જવાને બદલે તમારી મમ્મી સાથે આ ફિલ્મો જોઈને આનંદના પળો માણી શકો છો. (તસવીર સૌજન્ય મિડ-ડે)
10 May, 2024 06:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફિલ્મ ‘રબ ને બના દી જોડી’થી અભિનયના ક્ષેત્રે બૉલીવુડમાં આવનારી અનુષ્કા શર્મા હાલ પ્રોડ્યૂસર પણ બની ગઈ છે. અનુષ્કાને આજના સમયમાં બૉલીવુડની સૌથી મોંઘી અભિનેત્રી ગણવામાં આવે છે અને તેમની સુંદરતા અને ખૂબસુરતી લોકોને ઘણી પસંદ પણ આવે છે. ડિસેમ્બર 2017માં અનુષ્કાએ ક્રિકેટર વિરાટ કોહલી સાથે સાત ફેરા લીધા હતા. તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે ત્યારે આજે અનુષ્કા શર્મા 34 વર્ષની થઈ છે, તો તેમના જન્મદિવસના દિવસે એમના હિટ ફિલ્મોની સફર પર કરીએ એક નજર
01 May, 2024 08:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઇન્ડિયન ક્રિકેટર (Indian Cricketer) અને ભુતપુર્વ ભારતીય કૅપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને બૉલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) મોસ્ટ પૉપ્યુલર સેલિબ્રિટિઝમાંથી એક છે. ફૅન્સની આ ફૅવરેટ જોડી આજે એટલે કે ૧૧ ડિસેમ્બરના રોજ લગ્નની છઠ્ઠી એનિર્વસરી ઉજવી રહ્યાં છે ત્યારે એક નજર તેમની લવ સ્ટોરી પર કરીએ…
(તસવીરો : ઇન્સ્ટાગ્રામ)
લાંબા સમય પછી, બોલિવૂડ સ્ટાર અનુષ્કા શર્માએ જાહેરમાં હાજરી આપી. બુધવારે, તે લંડનથી મુંબઈ પરત આવી હતી અને એક કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેણે તેના ચાહકો અને મીડિયા સાથે ફરી જોડાઈને ખુશી વ્યક્ત કરી હતી. તેના પુત્ર અકાયના જન્મ પછી આ તેણીની પ્રથમ મીડિયા વાતચીત હતી. અનુષ્કાએ સ્ટાઈલમાં ઈવેન્ટમાં હાજરી આપી હતી. માતૃત્વ વિશે વાત કરવાથી લઈને તેની કોલેજની યાદોને યાદ કરવા સુધી, `NH 10` સ્ટારે ઘણા પ્રશ્નોના જવાબો ખુશીથી આપ્યા. તેણીએ તેના કમ્ફર્ટ ફૂડ વિશે પણ વાત કરી જે દાળ ચાવલ અને સૂકી આલૂ કી સબઝી સિવાય બીજું કોઈ નથી.
ODI World Cup 2023: 14 ઓક્ટોબરના રોજ ICC વર્લ્ડ કપમાં કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર પહેલા, ચાહકો ટીમ ઈન્ડિયાને સમર્થન અને ઉત્સાહ આપતા જોવા મળ્યા હતા. આ દરમિયાન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સેલિબ્રિટીઓનું આગમન થયું છે.
જયદીપ અહલાવતની એક્ટિંગની સફર આમ તો ઘણી પહેલાં શરૂ થઇ પણ `ગેંગ્ઝ ઑફ વાસેપુર` ફિલ્મના રોલ પછી તેમને લોકો ઓળખતા થયા. તેમણે કારકિર્દીની શરૂઆત તો ખટ્ટા મીઠા ફિલ્મથી કરી હતી અને ત્યાંથી કમાન્ડો, બાગી, રાઝી જેવી ફિલ્મોમાં તે દમદાર પાત્રોમાં દેખાયા. OTT પ્લેટફોર્મનાં જમાનામાં આજે લોકો સતત વેબસિરીઝનાં દિવાના થઇ રહ્યા છે ત્યારે એમેઝોન પ્રાઇમ પર આવેલી સિરીઝ પાતાલલોક જેનું પ્રોડક્શન અનુષ્કા શર્માનાં પ્રોડક્શન હાઉસે કર્યું છે તેણે સતત ચર્ચામાં છે. પાતાલલોકનું મુખ્યાપાત્ર છે હાથીરામ ચૌધરી, એક એવો અંડરડોગ જેની સાથે કોઇપણ રિલેટ કરી શકે છે. ગુજરાતી મિડ-ડેને આપેલા આ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં જયદીપ અહલાવત માંડીને વાત કરે છે આ પાત્રની અને પછી જયદીપ અહલાવત એક્ટરનાં એક વ્યક્તિ તરીકેનાં લેયર્સ પણ ખુલતાં જાય છે. આ ઇન્ટરવ્યુ મિસ ન કરશો.
શું શાહરુખ ખાનને જોખમ લેતા બીક લાગે છે ? અનુષ્કાએ પોતાના રોલ માટે કેવી રીતે તૈયારી કરી ? પોતાનાથી તદ્દન વિરુદ્ધ પ્રકારના રોલ માટે કેટરીના કૈફને શૂટિંગમાં શું શું મુશ્કેલી પડી ? જ્યારે અબ્રાહમે શાહરુખને બૌઆ તરીકે જોયો ત્યારે તેનું રિએક્શન શું હતું ? આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે જુઓ EXCLUSIVE ઈન્ટરવ્યુ
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK