રાજકોટમાં આયરલૅન્ડ સામે ભારતીય ટીમે તેના નેતૃત્વમાં રેકૉર્ડબ્રેક સ્કોર કરીને ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં ક્લીન સ્વીપ કરી હતી.
દ્વારકાધીશ મંદિરની બહાર સ્મૃતિ માન્ધના.
ભારતીય વિમેન્સ ટીમની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધના હાલમાં દ્વારકાના પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરવા પહોંચી હતી. તેણે વહેલી સવારે દ્વારકાધીશ મંદિરની બહાર ફોટો પડાવીને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શૅર કર્યો હતો. ૨૦૨૪નું વર્ષ તેના માટે શાનદાર રહ્યું હતું. રાજકોટમાં આયરલૅન્ડ સામે ભારતીય ટીમે તેના નેતૃત્વમાં રેકૉર્ડબ્રેક સ્કોર કરીને ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં ક્લીન સ્વીપ કરી હતી.