Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPLમાં ગેઇલનો ૧૩ વર્ષ જૂનો રેકૉર્ડ તોડીને ૪૭ ઇનિંગ્સમાં ફાસ્ટેસ્ટ ૨૦૦૦ રન કર્યા સાઈ સુદર્શને

IPLમાં ગેઇલનો ૧૩ વર્ષ જૂનો રેકૉર્ડ તોડીને ૪૭ ઇનિંગ્સમાં ફાસ્ટેસ્ટ ૨૦૦૦ રન કર્યા સાઈ સુદર્શને

Published : 25 April, 2026 03:01 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લાગલગાટ ત્રીજી સીઝનમાં સદી ફટકારનાર પહેલો ભારતીય બન્યો : ક્રિસ ગેઇલે ૨૦૧૧, ૨૦૧૨ અને ૨૦૧૩ની સીઝનમાં પહેલી વખત કરી હતી આ કમાલ...

સાઈ સુદર્શન

સાઈ સુદર્શન


ગઈ કાલે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સના ઓપનર સાઈ સુદર્શને ૩૩ બૉલની ફિફટી અને ૫૭ બૉલની સેન્ચુરીના આધારે મોટા રેકૉર્ડ પોતાને નામે કર્યા હતા. ૨૪ વર્ષના સાઈ સુદર્શને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામે ૫૮ બૉલમાં ૧૭૨.૪૧ના સ્ટ્રાઇક-રેટથી ૧૧ ફોર અને પાંચ સિક્સ ફટકારીને ૧૦૦ રન કર્યા હતા.

IPLમાં ૪૭ ઇનિંગ્સમાં ફાસ્ટેસ્ટ ૨૦૦૦ રન કરવાનો રેકૉર્ડ સાઈ સુદર્શને નોંધાવ્યો હતો. અગાઉ ૧૩ વર્ષ પહેલાં કૅરિબિયન બૅટર ક્રિસ ગેઇલે ૪૮ ઇનિંગ્સમાં ફાસ્ટેસ્ટ ૨૦૦૦ રન કરી દેખાડ્યા હતા. ભારતીય તરીકે અગાઉ ઋતુરાજ ગાયકવાડે ૫૭ ઇનિંગ્સમાં ૨૦૦૦ રન પૂરા કર્યા હતા.

૨૦૨૨થી ગુજરાત માટે રમી રહેલા સાઈ સુદર્શને ૨૦૨૪, ૨૦૨૫ બાદ હવે ૨૦૨૬ની સીઝનમાં પણ સદી નોંધાવી છે. અગાઉ તેણે ૨૦૨૪માં ચેન્નઈ સામે ૫૧ બૉલમાં ૧૦૩ રન અને ૨૦૨૫માં દિલ્હી સામે ૬૧ બૉલમાં અણનમ ૧૦૮ રન કર્યા હતા. તે લાગલગાટ ત્રણ IPL સીઝનમાં સદી ફટકારનાર પહેલો ભારતીય બન્યો હતો. ક્રિસ ગેઇલ ૨૦૧૧, ૨૦૧૨  અને ૨૦૧૩ની IPL સીઝનમાં સદી કરીને આવી કમાલ કરનાર પહેલો ખેલાડી બન્યો હતો.

સાઈ સુદર્શન અને શુભમન ગિલ વચ્ચે ૧૨.૪ ઓવરમાં ૧૨૮ રનની ભાગીદારી થઈ હતી. IPLમાં ઓપનર્સ તરીકે છઠ્ઠી અને ઓવરઑલ આઠમી સેન્ચુરી પાર્ટનરશિપ કરીને આ બન્ને યંગ પ્લેયર્સે ગુજરાતના મજબૂત સ્કોરનો પાયો નાખ્યો હતો. ગુજરાતે ૨૦ ઓવરમાં ૩  વિકેટ ગુમાવીને ૨૦૫ રન કર્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

25 April, 2026 03:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK