Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઍન્થ્રોપિક માયથોસ AIથી બૅન્કોની સુરક્ષા સામે જોખમ

ઍન્થ્રોપિક માયથોસ AIથી બૅન્કોની સુરક્ષા સામે જોખમ

Published : 25 April, 2026 11:06 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બૅન્કોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને આપી ચેતવણી, એની સામે સજ્જ રહેવા માટેની તૈયારીઓ કરવાનું કહ્યું

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ


નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ઍન્થ્રોપિકના ક્લાઉડ માયથોસ મૉડલ સાથે સંકળાયેલાં સંભવિત સાઇબર સુરક્ષા જોખમોને સમજવા માટે વિવિધ બૅન્કોના વડાઓ સાથે ઉચ્ચ સ્તરીય સુરક્ષા-બેઠક બોલાવી હતી. સાઇબર સિક્યૉરિટીની વાત આવે ત્યારે ક્લાઉડ માયથોસ સૌથી અદ્યતન આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) મૉડલ હોવાનો દાવો કરવામાં આવે છે. આ એક શક્તિશાળી AI છે જે કોઈ પણ સિસ્ટમને હૅક કરી શકે છે.

નાણામંત્રાલયના સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે નિર્મલા સીતારમણે ક્લાઉડ માયથોસની સંભવિત અસર વિશે હિસ્સેદારોને ચેતવણી આપી હતી. માયથોસ તરફથી આવેલો ખતરો અભૂતપૂર્વ છે અને નાણાકીય સંસ્થાઓ તથા બૅન્કોમાં ઉચ્ચ સ્તરની તકેદારી, તૈયારી અને વધુ સારા સંકલનની જરૂર છે. તેમણે કોઈ પણ સાઇબર હુમલાને ઓળખી શકે અને એના પર કાર્યવાહી કરી શકે એવી પદ્ધતિઓ બનાવવા માટે સલાહ આપી હતી.



માયથોસ એટલું શક્તિશાળી માનવામાં આવે છે કે કોઈ ખરાબ વ્યક્તિ એનો ઉપયોગ કોઈ પણ સંસ્થા અથવા બૅન્કિંગ સિસ્ટમને હૅક કરવા માટે કરી શકે છે, પરંતુ આ સંભવિત ખતરાને પહોંચી વળવા માટે નાણામંત્રાલય એક માળખું બનાવવાની યોજના બનાવી રહ્યું છે જે આવા કોઈ પણ પ્રયાસને ઓળખશે અને એની સામે કાર્યવાહી કરશે.


મીટિંગમાં નિર્મલા સીતારમણે બૅન્કોને એની IT સિસ્ટમને સુરક્ષિત કરવા અને ગ્રાહક ડેટાને સુરક્ષિત રાખવા માટે જરૂરી પૂર્વ-નિયંત્રણાત્મક પગલાં લેવાનું કહ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

25 April, 2026 11:06 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK