ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસન અને બંગલાદેશનો ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસન આ લિસ્ટમાં બે સૌથી મોટાં નામ છે.
જેમ્સ ઍન્ડરસન, શાકિબ-અલ-હસન
સાઉથ આફ્રિકાની SA20 લીગની ચોથી સીઝનના નવ સપ્ટેમ્બરે યોજાનારા ઑક્શન માટે ફાઇનલ લિસ્ટ જાહેર થયું છે. ભૂતપૂર્વ સ્પિનર પીયૂષ ચાવલા સહિત ૧૩ ભારતીયોએ આ ઑક્શન માટે નામ નોંધાવ્યું હતું, પરંતુ એમાંથી એક પણ પ્લેયરને ફાઇનલ લિસ્ટમાં સ્થાન મળ્યું નથી. ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસન અને બંગલાદેશનો ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસન આ લિસ્ટમાં બે સૌથી મોટાં નામ છે.
ઑક્શનના ૫૯ સ્લૉટ માટે સાઉથ આફ્રિકાના ૩૦૦ પ્લેયર્સ પર બોલી લાગશે, જ્યારે પચીસ સ્લૉટ માટે ૨૪૧ વિદેશી પ્લેયર્સ ઑક્શનમાં ઊતરશે. ઇંગ્લૅન્ડના ૯૭ પ્લેયર્સ, અફઘાનિસ્તાનના ૧૯, વેસ્ટ ઇન્ડીઝના ૨૮, શ્રીલંકાના ૨૪ અને બંગલાદેશના ૧૪ પ્લેયર્સ પણ આ ઑક્શનમાં સામેલ છે. ઑસ્ટ્રેલિયાના બે અને નેપાલના એક પ્લેયરને આ લિસ્ટમાં સ્થાન મળ્યું છે.


