સૌથી ખતરનાક દેશોમાં પહેલા ક્રમાંકે વેનેઝુએલા, ત્યાર બાદ પપુઆ ન્યુ ગિની, હૈતી, અફઘાનિસ્તાન, સાઉથ આફ્રિકા, હૉન્ડુરસ, ટ્રિનિડૅડ ઍન્ડ ટબૅગો, સિરિયા, જમૈકા અને પેરુનો સમાવેશ છે.
28 March, 2025 11:04 IST | Serbia | Gujarati Mid-day Correspondent
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણ ટી20 મૅચ સિરીઝની બીજી મૅચ ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે છ વિકેટે વિજય મેળવ્યો હતો. ગઈકાલની મેચમાં ભારતીય ટીમના અનેક પ્લેયર્સે સારું પ્રદર્શન કર્યું હતું. આવો જોઈએ બીજી મૅચના સ્ટાર પર્ફોર્મરની યાદીમાં કોણ કોણ છે સામેલ…
(તસવીરો : ફાઇલ, એએફપી, બીસીસીઆઇ)
Year Ender 2023 : વર્ષ ૨૦૨૩ સમાપ્ત થવા જઈ રહ્યું છે, અને આ વર્ષ ક્રિકેટ માટે ખૂબ જ ઐતિહાસિક રહ્યું છે. કારણ કે આ વર્ષે ક્રિકેટ (Cricket News)ના બે મોટા ફોર્મેટની હરીફાઈ થઈ હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship) પણ આવર્ષે યોજાઈ અને વનડે વર્લ્ડ કપ (ODI World Cup) પણ રમાયો હતો. આ વર્ષે વર્લ્ડ કપનો તાજ ભલે ઓસ્ટ્રેલિયા (Australia)એ પોતાને નામ કર્પો પણ ચર્ચા સૌથી વધારે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ની થઈ છે. આજે આપણે Year Ender 2023માં જોઈશું આ વર્ષે ક્રિકેટ જગતમાં શું થયું અને ક્રિકેટ માટે કેવું રહ્યું આ વર્ષ…
(તસવીર સૌજન્ય : પીટીઆઇ, એએફપી, ફાઇલ તસવીર)
તાલિબાન સરકારના પ્રવક્તાએ રવિવારે જણાવ્યું હતું કે, પશ્ચિમ અફઘાનિસ્તાનને હચમચાવી દેનારા મજબૂત ભૂકંપથી મૃત્યુઆંક વધીને 2,000 પર પહોંચી ગયો છે. બે દાયકામાં દેશમાં આવેલા સૌથી ભયંકર ભૂકંપ પૈકીનો એક છે.
ગુજરાતની આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ મોટા પાયે હેરોઈનની દાણચોરીના ઑપરેશનમાં સામેલ અફઘાન નાગરિકની ધરપકડ કરી છે. ATSના DIG સુનિલ જોશીએ માહિતી આપી હતી કે માર્ચ 2024માં એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેમાં જામનગરના એક વ્યક્તિને દરિયાઈ માર્ગે ભારતમાં આઠ કિલો હેરોઈનની દાણચોરીમાં સંડોવવામાં આવ્યો હતો. આ હેરોઈન દિલ્હીમાં એક નાઈજીરિયન વ્યક્તિને સોંપવામાં આવ્યું હોવાનું કહેવાય છે. આ મામલે નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના સાથે સંકળાયેલા એક આરોપી મોહમ્મદ યાસીન દિલ્હીમાં સક્રિયપણે હેરોઈન સપ્લાય કરે છે તેવી માહિતી મળતાં, એક સંયુક્ત ટીમે દિલ્હીમાં દરોડો પાડ્યો ત્યારે આરોપી મોહમ્મદ યાસીન પાસેથી 460 ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું.
હોલીવુડ સ્ટાર એન્જેલીના જોલી, જે શરણાર્થીઓના એડવોકેટ પણ છે, તેણે પાકિસ્તાનની ટીકા કરી છે કારણ કે પાકિસ્તાન છોડીને અફઘાન શરણાર્થીઓના અસ્તિત્વ અંગે ઊંડી ચિંતા વધી રહી છે.
ગ્લેન મેક્સવેલ દ્વારા માસ્ટરક્લાસ બેવડી સદી ફટકારાઈ હતી. જેનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાને ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં સેમિફાઇનલ સ્થાન મળ્યું હતું. અફઘાનિસ્તાનને ત્રણ વિકેટથી હરાવ્યું હતું. મેક્સવેલની બ્લિટ્ઝક્રેગ જેમાં તેણે 128 બોલમાં 201 રન બનાવ્યા હતા અને તેમાં 21 ચોગ્ગા અને 10 છગ્ગા લગાવ્યા હતા.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK