પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીનો દીકરો અલિયાર આફ્રિદી હાલમાં સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ ગયો છે. શાહીનની પત્ની અંશા તેના દીકરાને લઈને હાલમાં પાકિસ્તાન સુપર લીગની મૅચ બાદ ક્રિકેટના મેદાન પર જોવા મળી હતી.
શાહીન શાહ આફ્રિદીનો દીકરો અલિયાર આફ્રિદી
પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીનો દીકરો અલિયાર આફ્રિદી હાલમાં સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ ગયો છે. શાહીનની પત્ની અંશા તેના દીકરાને લઈને હાલમાં પાકિસ્તાન સુપર લીગની મૅચ બાદ ક્રિકેટના મેદાન પર જોવા મળી હતી. પચીસ વર્ષના શાહીને જ્યારે દીકરાને હાથમાં ઉપાડ્યો ત્યારે પહેલી વાર જાહેરમાં ક્રિકેટ-ફૅન્સને તેનો ચહેરો જોવા મળ્યો અને સોશ્યલ મીડિયા પર બાપ-દીકરાનો એ ફોટો વાઇરલ થવા લાગ્યો. પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન શાહિદ આફ્રિદીના આ દોહિત્રનો જન્મ ઑગસ્ટ ૨૦૨૪માં થયો છે.


