સતત બે ટેસ્ટ હારેલી ભારતીય ટીમ માટે પાકિસ્તાની અહમદ શહઝાદ કહે છે...
ગૌતમ ગંભીર અને રોહિત શર્મા (ડાબે), અહમદ શહઝાદ
છેલ્લાં ૧૨ વર્ષથી ઘરઆંગણે સતત ૧૮ ટેસ્ટ-સિરીઝ જીત્યા બાદ ન્યુ ઝીલૅન્ડ સામે સિરીઝ હારતાં પાકિસ્તાનના કેટલાક ક્રિકેટર્સે ભારતીય ટીમને ટૉન્ટ માર્યો હતો. ઑક્ટોબર ૨૦૧૯ બાદ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં વાપસી કરવામાં નિષ્ફળ રહેલા અહમદ શહઝાદે પોતાની યુટ્યુબ ચૅનલ પર ભારતીય ટીમ માટે કહ્યું હતું કે ‘ન્યુ ઝીલૅન્ડે ભારતમાં આવીને તેમને ધોઈ કાઢ્યા, જાણે તેમને આવું કરવાનો અધિકાર હોય. તેમણે ભારતની મજાક ઉડાવી છે. લોકો કહી રહ્યા છે કે કાગઝ કે શેર, ઘર મેં ઢેર.’
રોહિત શર્મા વિશે વાત કરતાં તેણે કહ્યું કે ‘જ્યારે ભારત ૪૬ રન પર સમેટાઈ ગયું ત્યારે રોહિતે કહ્યું હતું કે એક દિવસ દરેકનો ખરાબ દિવસ હોય છે અને અમે એને સ્વીકારી લીધો હતો, પરંતુ આ મૅચમાં તમે જે રીતે ક્રિકેટ રમ્યા એ જોઈને લાગે છે કે તમે આત્મસંતુષ્ટ થઈ ગયા છો. રોહિતનું કહેવું છે કે તે બિનજરૂરી બાબતો પર ધ્યાન નથી આપતો, પરંતુ છેલ્લી બે મૅચમાં એ લાગણી ગાયબ હતી. આ બન્ને મૅચ એવી રીતે રમાઈ છે જાણે શાળાનાં બાળકો રમી રહ્યાં હોય.’
ADVERTISEMENT
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ટૉપ ટીમ ભારતની સતત બે હારથી અહમદ શહઝાદ જેવા પાકિસ્તાની ક્રિકેટર્સને ટૉન્ટ મારવાની તક મળી છે.