‘દિલ્હી કૅપિટલ્સની ટીમ આઇપીએલની વર્તમાન સીઝનની બહાર થઈ ચૂકી હોવાથી હવે આ ટીમે આવતી સીઝન પર ધ્યાન કેન્દ્રિત કરવાની શરૂઆત કરી દીધી હોવાથી ટીમના ફ્રૅન્ચાઇઝીએ સૌરવ ગાંગુલીને હેડ-કોચ બનાવી દેવા જોઈએ.
સૌરવ ગાંગુલી ફાઇલ તસવીર
ગાંગુલીને દિલ્હીના કોચ બનાવવાની જરૂર છે : ઇરફાન પઠાણ
ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર ઇરફાન પઠાણે કહ્યું કે ‘દિલ્હી કૅપિટલ્સની ટીમ આઇપીએલની વર્તમાન સીઝનની બહાર થઈ ચૂકી હોવાથી હવે આ ટીમે આવતી સીઝન પર ધ્યાન કેન્દ્રિત કરવાની શરૂઆત કરી દીધી હોવાથી ટીમના ફ્રૅન્ચાઇઝીએ સૌરવ ગાંગુલીને હેડ-કોચ બનાવી દેવા જોઈએ. દાદાને ભારતીય ખેલાડીઓની માનસિકતા વિશે સારી સમજ છે. ડ્રેસિંગરૂમમાં કેવો માહોલ હોવો જોઈએ એ વિશે પણ દાદાને બહુ સારી આવડત છે.’ વર્તમાન સીઝનમાં રિકી પૉન્ટિંગ દિલ્હીનો હેડ-કોચ છે.
ADVERTISEMENT
ભારત-પાકિસ્તાન વચ્ચે પાંચ વર્ષે રમાશે ફુટબૉલ મૅચ
ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વૉલ્ટેજ ક્રિકેટ મૅચ વર્ષમાં એકાદ-બે વખત રમાતી હોય છે, પરંતુ ફુટબૉલમાં બન્ને દેશ પાંચ વર્ષથી એકમેક સામે નથી આવ્યા. ૨૧ જૂનથી બૅન્ગલોરમાં સાઉથ એશિયન ફુટબૉલ ફેડરેશન (એસએએફએફ-સાફ) કપ રમાશે, જેમાં બન્ને કટ્ટર દેશની ટીમ સામસામે આવશે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન્સ ભારત, પાકિસ્તાન, કુવૈત નેપાલને એક જ ગ્રુપ (ગ્રુપ ‘એ’)માં રાખવામાં આવ્યાં છે.
ઇન્ટર મિલાન ૧૩ વર્ષે ચૅમ્પિયન્સ લીગની ફાઇનલમાં
ઇટલીની ઇન્ટર મિલાન ક્લબની ટીમે મંગળવારે એક દાયકાથી વધુ સમય બાદ ચૅમ્પિયન્સ લીગની ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. આ ટીમે સેમી ફાઇનલમાં પોતાના જ શહેર મિલાનની એસી મિલાનને ૧-૦થી હરાવીને નિર્ણાયક જંગમાં પ્રવેશ કર્યો હતો. સેમીના પ્રથમ તબક્કાની મૅચમાં ઇન્ટર મિલાનનો ૨-૦થી વિજય થયો હતો. ૧૦ જૂનની ફાઇનલમાં ઇન્ટર મિલાનનો મુકાબલો ૧૪ વાર ચૅમ્પિયન બનનાર રિયલ મૅડ્રિડ સામે અથવા મૅન્ચેન્સર સિટી સાથે થશે.


