Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હરિયાણા સામે શાર્દૂલના તરખાટ પછી રહાણે અને સૂર્યાનો ચમકારો

હરિયાણા સામે શાર્દૂલના તરખાટ પછી રહાણે અને સૂર્યાનો ચમકારો

Published : 11 February, 2025 09:05 AM | IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈના બીજી ઇનિંગ્સમાં ૪ વિકેટે ૨૭૮, કુલ ૨૯૨ રનની લીડ

શાર્દૂલ ઠાકુરે શાનદાર ૬ વિકેટ લીધી હતી.

શાર્દૂલ ઠાકુરે શાનદાર ૬ વિકેટ લીધી હતી.


કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં રણજી ટ્રોફીની વર્તમાન સીઝનની ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈએ હરિયાણા સામે પકડ મજબૂત કરી છે. ત્રીજા દિવસની રમત દરમ્યાન હરિયાણાની ટીમ ૮૪.૫ ઓવરમાં ૩૦૧ રન બનાવી ઑલઆઉટ થઈ હતી. પહેલી ઇનિંગ્સમાં ૩૧૫ રન બનાવનાર મુંબઈની ટીમે બીજી ઇનિંગ્સમાં ૬૭ ઓવરમાં ૪ વિકેટે ૨૭૮ રન ફટકારી દીધા હતા.


૨૬૩/૫ના સ્કોરથી ઇનિંગ્સની શરૂઆત કરનાર હરિયાણાની ટીમ સામે શાર્દૂલ ઠાકુર (૫૮ રનમાં છ વિકેટ) કાળ બનીને આવ્યો હતો. આ ટીમ ત્રીજા દિવસની રમતમાં ૩૮ રન જ ઉમેરી શકી હતી.



બીજી ઇનિંગ્સમાં મુંબઈએ કૅપ્ટન અજિંક્ય રહાણે (૧૪૨ બૉલમાં ૮૮ રન અણનમ) અને સૂર્યકુમાર યાદવ (૮૬ બૉલમાં ૭૦ રન)ની ધમાકેદાર ઇનિંગ્સની મદદથી ૨૯૨ રનની લીડ મેળવી છે. બન્નેએ સાથે મળીને ચોથી વિકેટ માટે ૧૩૯ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી હતી.


૧૪ ઇનિંગ્સ બાદ સૂર્યકુમાર યાદવે ફટકારી હાફ સેન્ચુરી
આ મૅચમાં બધાની નજર સૂર્યકુમાર યાદવ પર હતી, કારણ કે ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચની T20 સિરીઝમાં તે ફક્ત ૨૮ રન જ બનાવી શક્યો હતો. આ મૅચની પહેલી ઇનિંગ્સમાં ૯ રને આઉટ થનાર સૂર્યકુમારે બીજી ઇનિંગ્સમાં ૮૬ બૉલમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૭૦ રન કરીને શાનદાર વાપસી કરી હતી. સૂર્યકુમારે પોતાની ૧૪ ઇનિંગ્સ પછી ફિફ્ટી ફટકારી છે.

બીજી ત્રણ ક્વૉર્ટર ફાઇનલમાં શું ચાલી રહ્યું છે?


પુણેમાં જમ્મુ-કાશ્મીર અને કેરલા વચ્ચે ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં પહેલી ઇનિંગ્સમાં જમ્મુ-કાશ્મીરના ૨૮૦ રન સામે કેરલાએ ૨૮૧ રન બનાવ્યા હતા. ત્રીજા દિવસની રમતના અંતે જમ્મુ-કાશ્મીરે ૫૭ ઓવરમાં ત્રણ વિકેટે ૧૮૦ રન કર્યા હતા.

નાગપુરમાં વિદર્ભ અને તામિલનાડુની ક્વૉર્ટર ફાઇનલ મૅચ પણ રોમાંચક મોડ પર પહોંચી છે. પહેલી ઇનિંગ્સમાં કરુણ નાયરની ૧૨૨ રનની ધમાકેદાર ઇનિંગ્સની મદદથી ૩૫૩ રન કરનાર વિદર્ભ સામે તામિલનાડુની ટીમે ૨૨૫ રન બનાવ્યા હતા. ત્રીજા દિવસે બીજી ઇનિંગ્સની ૬૨ ઓવરમાં પાંચ વિકેટે ૧૬૯ રન કરીને વિદર્ભે મૅચમાં ૨૯૭ રનની લીડ મેળવી છે.

રાજકોટમાં સૌરાષ્ટ્ર-ગુજરાત વચ્ચે રમાઈ રહેલી ક્વૉર્ટર ફાઇનલ મૅચ રસપ્રદ બની છે. પહેલી ઇનિંગ્સમાં સૌરાષ્ટ્રે ૨૧૭ રન કર્યા, એની સામે ગુજરાતના ઉર્વિલ પટેલે ૧૯૭ બૉલમાં ૧૭ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકારીને રમેલી ૧૪૦ રનની ઇનિંગ્સની મદદથી ૧૫૯.૧ ઓવરમાં ૫૧૧ રન ખડકી દીધા હતા. ત્રીજા દિવસના અંતે ૧૬ ઓવરમાં વિકેટ ગુમાવ્યા વગર ૩૩ રન કરનાર સૌરાષ્ટ્રની ટીમ હજી મૅચમાં ૨૬૨ રન પાછળ છે.

Whatsapp-channel Whatsapp-channel

11 February, 2025 09:05 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK