બાવીસથી ૪૮ વર્ષની ઉંમર સુધી રમતાં તેમણે ૧૯૬૧-’૬૨ અને ૧૯૮૭-’૮૮ વચ્ચે કુલ ૧૨૪ ફર્સ્ટ-ક્લાસ મૅચમાં ૫૮૯ વિકેટ લીધી છે. તેમણે ૧૨ લિસ્ટ-A મૅચમાં ૧૬ વિકેટ પણ ઝડપી છે.
પદ્માકર શિવલકર
મુંબઈના મહાન સ્પિનર પદ્માકર શિવલકરનું ગઈ કાલે વય સંબંધિત સમસ્યાઓના કારણે અવસાન થયું હતું. ૮૪ વર્ષના આ ક્રિકેટરને ૨૦૧૭માં કર્નલ સી.કે. નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાવીસથી ૪૮ વર્ષની ઉંમર સુધી રમતાં તેમણે ૧૯૬૧-’૬૨ અને ૧૯૮૭-’૮૮ વચ્ચે કુલ ૧૨૪ ફર્સ્ટ-ક્લાસ મૅચમાં ૫૮૯ વિકેટ લીધી છે. તેમણે ૧૨ લિસ્ટ-A મૅચમાં ૧૬ વિકેટ પણ ઝડપી છે.

