ટીબી વિશે અવેરનેસ ફેલાવવા રમાયેલી આ મૅચ લોકસભાએ જીતી, અનુરાગ સિંહ ઠાકુરે ફટકારી દીધી ધમાકેદાર સેન્ચુરી
મૅચ પહેલાં બન્ને ટીમો
ગઈ કાલે દિલ્હીમાં લોકસભા સ્પીકર ઇલેવન અને રાજ્યસભા ચૅરમૅન ઇલેવન વચ્ચે T20 મૅચ યોજાઈ હતી. ટીબીના રોગ પ્રત્યે જાગરૂકતા ફેલાવવા યોજાયેલી આ મૅચમાં લોકસભાએ રાજ્યસભા પર વિજય મેળવ્યો હતો.
ADVERTISEMENT
બોલિંગ કરતા આમ આદમી પાર્ટીના સંસદસભ્ય રાઘવ ચઢ્ઢા.
લોકસભાની ટીમે પહેલાં બૅટિંગ કરીને ૭ વિકેટે ૨૫૧ રન કર્યા હતા, જેમાં ભૂતપૂર્વ સ્પોર્ટ્સ મિનિસ્ટર અને ભારતીય ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ અનુરાગ સિંહ ઠાકુરનો મુખ્ય ફાળો હતો.
અનુરાગ સિંહ ઠાકુરે જોરદાર ફટકાબાજી કરીને ૫૯ બૉલમાં ૧૧૧ રન કર્યા હતા.
હિમાચલ પ્રદેશના સંસદસભ્ય અનુરાગ સિંહ ઠાકુરે માત્ર ૫૯ બૉલમાં ૧૧૧ રન કર્યા હતા અને પ્લેયર ઑફ ધ મૅચ બન્યા હતા. રાજ્યસભાની ટીમ જવાબમાં ૧૭૨ રન કરી શકી હતી, જેમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીને ૪૨ બૉલમાં કરેલા ૭૨ રન મુખ્ય હતા.