પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નમાં ધાર્મિક વિધિઓ સાથે કેટલીક ગેમ્સ પણ રમાઈ હતી. વરરાજા અને કન્યા સ્નીકર્સ પહેરી, સગા-સંબંધીઓ સાથે મળીને મ્યુઝિકલ ચેર, લેમન સ્પૂન રેસ, થ્રી લેગ રેસ, ક્રિકેટ અને ઘણું બધું રમતા જોવા મળ્યા છે. પરિણીતીએ તેના અનોખા પ્રી-વેડિંગ સેલિબ્રેશનના વીડિયો અને તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. પરિણીતી ચોપરાએ લગ્ન પછી આ તસવીરો શૅર કરી છે, જેમાં તેણે કેપ્શન આપ્યું છે કે, “અમારા લગ્ન પહેલાની કેટલીક વિધિઓ વિશે જણાવવાનો સમય આવી ગયો છે.”
01 October, 2023 10:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent