IPLના કેટલાક ટોચના પ્લેયર્સે રિટેન્શન-ફી તરીકે ૪૦ કરોડ રૂપિયાની માગણી કરી છે. બે ક્રિકેટર્સે પોતાની ટીમને સ્પષ્ટ જણાવી દીધું છે કે જો તેમને આટલી રકમ આપવામાં આવશે તો જ તેઓ ટીમમાં રહેશે.
પ્રતીકાત્મક તસવીર
IPL 2027ના મિની-ઑક્શન પહેલાં ટીમો વચ્ચે પ્લેયર્સની મહત્ત્વપૂર્ણ ટ્રેડ-ડીલ થઈ રહી છે. આવતા મહિને મિની-ઑક્શન યોજાય એ પહેલાં જ આવતા વર્ષે યોજાનારા મેગા-ઑક્શનને લઈને ચોંકાવનારા રિપોર્ટ મળી રહ્યા છે.
અહેવાલો અનુસાર આગામી સમયમાં ટીમો માટે મહત્ત્વપૂર્ણ ક્રિકેટર્સને રીટેન કરવા મુશ્કેલ બની શકે છે, કારણ કે કેટલાક ક્રિકેટર્સ ટીમમાં ટકી રહેવા માટે ઘણી ઊંચી આર્થિક માગણીઓ કરી રહ્યા છે. IPLના કેટલાક ટોચના પ્લેયર્સે રિટેન્શન-ફી તરીકે ૪૦ કરોડ રૂપિયાની માગણી કરી છે. બે ક્રિકેટર્સે પોતાની ટીમને સ્પષ્ટ જણાવી દીધું છે કે જો તેમને આટલી રકમ આપવામાં આવશે તો જ તેઓ ટીમમાં રહેશે.
ADVERTISEMENT
મોટા ક્રિકેટર્સનું આ વલણ જોઈને અન્ય પ્લેયર્સ પણ આવો જ પ્લાન બનાવી શકે છે. ખાસ કરીને એવા પ્લેયર્સ જેમને લાગે કે ઑક્શનમાં ઊતરવાથી તેમને મોટો કરાર મળી શકે છે. અગાઉ પણ એવા કિસ્સા બન્યા છે જ્યાં પ્લેયર્સે રિટેન્શનનો અસ્વીકાર કરીને ઑક્શનમાં પોતાની કિંમત તપાસવાનું પસંદ કર્યું હોય. શ્રેયસ ઐયર અને રિષભ પંત બન્નેએ બે સીઝન પહેલાં આવું જ કરીને અનુક્રમે ૨૬.૭૫ કરોડ રૂપિયા અને ૨૭ કરોડ રૂપિયાનો રેકૉર્ડબ્રેક કરાર મેળવ્યો હતો.
સમયાંતરે થતા ફેરફારોને જોતાં આવતા વર્ષના મેગા-ઑક્શન માટે આ ટીમોનું બજેટ વધીને લગભગ ૧૫૦ કરોડ રૂપિયા થવાની અપેક્ષા છે. આ સ્તરે ૪૦ કરોડ રૂપિયાનો કરાર ટીમના કુલ બજેટના ચોથા ભાગથી થોડો વધારે હશે. ૨૦૦૮ની પહેલી સીઝનના ઑક્શનમાં દરેક ટીમનું કુલ બજેટ ૨૦ કરોડ રૂtarપિયા હતું. આજના સમયમાં આ રકમ એક વ્યક્તિગત પ્લેયરના કરાર જેટલી છે.
