બિલ ગેટ્સે કહ્યું હતું કે ‘મારી દીકરીને દર અઠવાડિયે ૩,૫૦,૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૩ કરોડ રૂપિયા પૉકેટમની તરીકે આપું છું. જોકે આટલી મોટી રકમ મળ્યા પછી પણ તે માત્ર ૩ દિવસમાં ફરીથી પૈસાની ડિમાન્ડ લઈને આવી જાય છે.
બિલ ગેટ્સ
દુનિયાના ટૉપ ૧૦ અમીરોની યાદીમાં સ્થાન ધરાવતા અને માઇક્રોસૉફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સ તેમની સાદગી અને સમજીવિચારીને ખર્ચ કરવા માટે જાણીતા છે, પરંતુ ચાંદીની ચમચી સાથે જન્મેલી તેમની નાની દીકરી ફીબી ગેટ્સ પૈસા ઉડાડવામાં બેફામ છે. ૨૩ વર્ષની ફીબીની ધૂમ પૈસા ખર્ચવાની આદતને કારણે બિલ ગેટ્સે તેને ખર્ચાપાણી બંધ કરી દેવાની ચેતાવણી આપી હતી.
તાજેતરમાં એક પૉડકાસ્ટમાં વાત કરતાં બિલ ગેટ્સે કહ્યું હતું કે ‘મારી દીકરીને દર અઠવાડિયે ૩,૫૦,૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૩ કરોડ રૂપિયા પૉકેટમની તરીકે આપું છું. જોકે આટલી મોટી રકમ મળ્યા પછી પણ તે માત્ર ૩ દિવસમાં ફરીથી પૈસાની ડિમાન્ડ લઈને આવી જાય છે. તેના બેફામ ખર્ચ જોઈને મારું મગજ ફટક્યું. મેં તેની પાસે હિસાબ માગ્યો તો તે એ પણ સાચું નથી કહેતી કે તેણે ખરેખર આટલા રૂપિયા ખર્ચ ક્યાં કર્યા? મેં તેને કહ્યું હતું કે જો મેં તારી જેમ વિચાર્યા વિના ખર્ચ કર્યો હોત તો દુનિયાના સૌથી અમીર લોકોમાં આજે ન હોત, જો તું જવાબદારીપૂર્વક પૈસા સંભાળવાનું નહીં શીખે તો મારી પાસે તને પૈસા આપવાનું બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે.’
