રાજસ્થાન રૉયલ્સના હેડ કોચ રાહુલ દ્રવિડે જણાવી અંદરની વાત
સંજુ સૅમસન, રાહુલ દ્રવિડ
IPLની આગામી સીઝનમાં ફરી એક વાર રાજસ્થાન રૉયલ્સના હેડ કોચની ભૂમિકા સંભાળનાર રાહુલ દ્રવિડે મોટો ખુલાસો કર્યો છે. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘અમે નિર્ણય કર્યો છે કે તમામ છ ખેલાડીઓને જાળવી રાખીશું. અમને સંજુ સૅમસન, યશસ્વી જાયસવાલ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, શિમરન હેટમાયર અને સંદીપ શર્માની પ્રતિભા પર વિશ્વાસ છે. સંજુ સૅમસન અમારો બૅટ્સમૅન, વિકેટકીપર અને કૅપ્ટન છે. તે ઘણાં વર્ષોથી આ ટીમનો કૅપ્ટન છે અને ભવિષ્યમાં પણ અમારો કૅપ્ટન રહેશે. સંજુ સૅમસને ખેલાડીઓને રીટેન કરવાની પ્રોસેસમાં મોટી ભૂમિકા ભજવી છે અને એ તેના માટે પણ મુશ્કેલ હતું. એક કૅપ્ટન તરીકે તેણે પ્લેયર્સ સાથે ખૂબ સારા સંબંધો બનાવ્યા છે. તે આ વિશે ખૂબ જ સંતુલિત મંતવ્યો ધરાવે છે.

