અશ્વિનની ટીમમાં પાંચ વારના ચૅમ્પિયન કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્માને જગ્યા મળી છે
ફાઇલ તસવીર
ભારતીય ટીમના સિનિયર ઑફ-સ્પિનર રવિચન્દ્રન અશ્વિને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ઑલટાઇમ બેસ્ટ પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરી છે. અશ્વિનની ટીમમાં પાંચ વારના ચૅમ્પિયન કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્માને જગ્યા મળી છે. રોહિતને ઓપનિંગની જવાબદારી આપવામાં આવી છે, જ્યારે ધોનીને પણ અશ્વિનની ટીમમાં મૅચ-ફિનિશર અને વિકેટકીપર તરીકે રાખવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે અશ્વિને કૅપ્ટન્સીની જવાબદારી પણ ધોનીને આપી છે. આ ટીમમાં બે સ્પિનર અને ત્રણ ફાસ્ટ બોલરને સ્થાન આપવામાં આવ્યું છે. આ ટીમમાં સૌથી વધુ ચાર મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓને સ્થાન મળ્યું છે.
ઑલટાઇમ બેસ્ટ IPL પ્લેઇંગ ઇલેવનમાં સાત ભારતીય અને ચાર વિદેશી ખેલાડી : રોહિત શર્મા (મુંબઈ), વિરાટ કોહલી (બૅન્ગલોર), સુરેશ રૈના (ચેન્નઈ), સૂર્યકુમાર યાદવ (મુંબઈ), એ.બી. ડિવિલિયર્સ (બૅન્ગલોર), મહેન્દ્ર સિંહ ધોની (ચેન્નઈ), રાશિદ ખાન (ગુજરાત), સુનીલ નારાયણ (કલકત્તા), ભુવનેશ્વર કુમાર (હૈદરાબાદ), જસપ્રીત બુમરાહ (મુંબઈ), લસિથ મલિંગા (મુંબઈ).

