રિયાન પરાગની કૅપ્ટન્સીમાં આ ટીમ પહેલી ત્રણમાંથી માત્ર એક અંતિમ મૅચ ચેન્નઈ સુપર કિંગ્સ સામે જીતી હતી.
પ્રૅક્ટિસ સેશન દરમ્યાન બન્ને ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ અને રિકી પૉન્ટિંગ.
IPLની ૧૮મી સીઝનમાં આજે ક્રિકેટ-ફૅન્સ ત્રીજા ડબલ હેડરનો આનંદ માણશે. આજની બીજી મૅચ પંજાબ કિંગ્સ (PBKS) અને રાજસ્થાન રૉયલ્સ (RR) વચ્ચે રમાશે. શ્રેયસ ઐયરની કૅપ્ટન્સીમાં પંજાબ જીતની હૅટ-ટ્રિક મારવા માટે આતુર છે, જ્યારે રાજસ્થાન પોતાના રેગ્યુલર કૅપ્ટન સંજુ સૅમસનના નેતૃત્વમાં જીતનો લય જાળવી રાખવાનો પ્રયાસ કરશે. રિયાન પરાગની કૅપ્ટન્સીમાં આ ટીમ પહેલી ત્રણમાંથી માત્ર એક અંતિમ મૅચ ચેન્નઈ સુપર કિંગ્સ સામે જીતી હતી.
મોહાલીના નવા બનેલા મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં હોમ ટીમ પંજાબ આ સીઝનની પોતાની પહેલી મૅચ રમશે. ૨૦૨૪માં રમાયેલી પાંચ મૅચમાંથી પંજાબની ટીમ માત્ર એક મૅચ દિલ્હી કૅપિટલ્સ સામે જ જીતી શકી હતી. રાજસ્થાન અને પંજાબ વચ્ચે આ મેદાન પર રમાયેલી એક માત્ર મૅચમાં પણ હોમ ટીમે ત્રણ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૨૮ |
RRની જીત |
૧૬ |
PBKSની જીત |
૧૨ |
મૅચનો સમય
સાંજે ૭.3૦ વાગ્યાથી

