IPL 2025માં રમવાનો સંકેત આપતાં ધોનીએ કહ્યું...
મહેન્દ્ર સિંહ ધોની
રાજધાની દિલ્હીમાં એક ઇવેન્ટ દરમ્યાન ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ IPL 2025માં રમવાનો સંકેત આપ્યો હતો. ૪૩ વર્ષના ધોનીએ કહ્યું હતું કે ‘હું મારા છેલ્લાં કેટલાંક વર્ષોમાં જે પણ ક્રિકેટ રમી રહ્યો છું એનો આનંદ માણવા માગું છું. બાળપણમાં જે રીતે સાંજે ચાર વાગ્યે બહાર જઈને રમતા હતા એ જ રીતે હું રમતનો આનંદ માણવા ઇચ્છું છું. જ્યારે તમે આ રમતને પ્રોફેશનલ તરીકે રમો છો ત્યારે ક્યારેક એનો આનંદ માણવો મુશ્કેલ બની જાય છે. હું જે પણ કરું છું એમાં લાગણી અને પ્રતિબદ્ધતા સામેલ છે, પરંતુ હું આગામી કેટલાંક વર્ષો સુધી રમતનો આનંદ માણવા માગું છું.’
અહેવાલ અનુસાર ચેન્નઈ સુપર કિંગ્સ આગામી સીઝનમાં મહેન્દ્ર સિંહ ધોનીને અનકૅપ્ડ પ્લેયર તરીકે ટીમમાં રીટેન કરી શકે છે.