Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ipl

લેખ

ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ  મંદિરમાં

ઇન્જર્ડ ઋતુરાજ સહિતના CSKના પ્લેયર્સે અયોધ્યાના હનુમાનગઢી મંદિરમાં દર્શન કર્યાં

લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મૅચ માટે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ હાલમાં ઉત્તર પ્રદેશમાં છે. ટુર્નામેન્ટમાં સંઘર્ષ કરી રહેલી ચેન્નઈની ટીમના કેટલાક પ્લેયર્સ અને અધિકારીઓએ હાલમાં અયોધ્યાના હનુમાનગઢી મંદિરમાં દર્શન કર્યાં હતાં.

14 April, 2025 11:55 IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
રિષભ પંત અને ધોની

સુપર જાયન્ટ્સ સામે હારનો સિલસિલો તોડશે સુપર કિંગ્સ?

IPL 2025ની ૩૦મી મૅચ આજે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાશે. જીતનો ચોગ્ગો મારવા આતુર લખનઉ સામે ચેન્નઈ સળંગ પાંચ મૅચ હારવાનો સિલસિલો તોડવાનો પ્રયાસ કરશે. પંતના સુપર જાયન્ટ્સ સામે ધોનીના સુપર કિંગ્સ માત્ર એક મૅચ જીત્યા છે.

14 April, 2025 11:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રીતિ ઝિન્ટા

કારમી હાર થવા છતાં પ્રીતિ ઝિન્ટાએ જાહેરમાં કરી હૈદરાબાદીઓની પ્રશંસા

IPLના રેકૉર્ડ અનુસાર પંજાબ કિંગ્સને શનિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે સળંગ આઠમી હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબ કિંગ્સે IPLમાં પોતાની પહેલી ઇનિંગ્સનો હાઇએસ્ટ ૨૪૫ રનનો સ્કોર કરવા છતાં હૈદરાબાદની શાનદાર રન-ચેઝને કારણે હારનો સામનો કરવો પડ્યો હતો.

14 April, 2025 11:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ શમી

IPLમાં ૭૦-પ્લસ રન આપવા છતાં મૅચ જીતનાર પહેલો બોલર બન્યો મોહમ્મદ શમી

પંજાબ સામે ૭૫ રન આપીને સૌથી ખર્ચાળ ભારતીય બોલર બન્યો. શનિવારે પંજાબ કિંગ્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ચાર ઓવરમાં એક પણ વિકેટ લીધા વગર ૭૫ રન આપ્યા હતા. ૧૮.૭૫ના ઇકૉનૉમી-રેટથી બોલિંગ કરીને તેણે માત્ર ત્રણ બૉલ ડૉટ ફેંક્યા હતા.

14 April, 2025 11:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

BCCIના અધિકારીઓ અને બન્ને ટીમના કૅપ્ટનની હાજરીમાં IPLના ૧૮મા વર્ષની ઉજવણી માટે કેક કટિંગ કરવામાં આવી હતી.

IPLની ગ્લૅમરસ ઓપનિંગ સેરેમની

શાહરુખ ખાનની વિરાટ કોહલી અને રિન્કુ સિંહ સાથે ધમાલ, દિશા પાટની તથા શ્રેયા ઘોષાલ અને કરણ ઔજલાનો જલવો IPL 2025ની પહેલી મૅચ પહેલાં કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં ધમાકેદાર ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. બૉલીવુડ મેગાસ્ટાર શાહરુખ ખાને ઓપનિંગ સેરેમનીનું સંચાલન કર્યું હતું. તેણે કોલકાતા નાઇટ રાઇડર્સના સ્ટાર બૅટર રિન્કુ સિંહ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના અનુભવી બૅટર વિરાટ કોહલી સાથે સ્ટેજ પર પોતાનાં લોકપ્રિય સૉન્ગ પર ડાન્સ પણ કર્યો હતો. સિંગર શ્રેયા ઘોષાલ, પંજાબી સિંગર કરણ ઔજલા અને ઍક્ટ્રેસ દિશા પાટનીના પર્ફોર્મન્સે મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં આવેલા ક્રિકેટ-ફૅન્સને ઝૂમવા મજબૂર કર્યા હતા. બન્ને ટીમના કૅપ્ટન્સ અને ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીઓની હાજરીમાં સ્ટેજ પર ટુર્નામેન્ટના ૧૮મા વર્ષની ઉજવણીના ભાગરૂપે મોટી કેક કાપવામાં આવી હતી. સતત ૧૮મી સીઝન સુધી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ માટે રમવા બદલ વિરાટ કોહલીને સન્માનિત પણ કરવામાં આવ્યો હતો. શાનદાર આતશબાજી સાથે સમાપ્ત થયેલી ઓપનિંગ સેરેમનીમાં કિંગ ખાન અને કિંગ કોહલીએ હાજરી આપીને સેરેમનીની શોભા વધારી હતી.

24 March, 2025 07:00 IST | Kolkata | Gujarati Mid-day Correspondent
આઇપીએલ ફૅન પાર્ક ફરી શરૂ થશે (તસવીરો: મિડ-ડે)

IPLની ટિકિટ નથી? કોઈ વાંધો નહીં, આ શહેરોમાં ફૅન પાર્કમાં કરો સ્ટેડિયમ જેવો અનુભવ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો ફીવર 22 માર્ચથી સંપૂર્ણ દેશમાં જોવા મળવાનો છે. જોકે આ મૅચની ટિકિટ્સ મળવી ખૂબ જ મુશ્કેલ હોય છે, પરંતુ જો આ મૅચની ટિકિટ ન મળે તો પણ આઇપીએલના ચાહકો ફૅન પાર્કમાં સ્ટેડિયમ જેવો જ અનુભવ કરી શકશે. (તસવીરો: મિડ-ડે)

22 March, 2025 07:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
લખનઉ સુપર જાયન્ટ્સનો કોચ જસ્ટિન લૅન્ગર પિચકારી અને અનોખી ટોપી સાથે ધુળેટી મનાવી.

ધુળેટીના રંગે રંગાયા દેશી-વિદેશી ક્રિકેટર્સ

ક્રિકેટના મેદાન પર ચોગ્ગા-છગ્ગાની આતશબાજી કરતા ક્રિકેટર્સ ગઈ કાલે ધુળેટીના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગની પહેલી ફાઇનલિસ્ટ ટીમ ઇન્ડિયા માસ્ટર્સના કૅપ્ટન સચિન તેન્ડુલકરે ગઈ કાલે યુવરાજ સિંહ સહિતના સાથી પ્લેયર્સ સાથે ધુળેટીનો આનંદ માણ્યો હતો. વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની પ્લેઑફ મૅચ માટે મુંબઈની તાજ હોટેલમાં રોકાયેલી ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કૅપિટલ્સના તમામ પ્લેયર્સે પણ આ તહેવારને ઉત્સાહ સાથે ઊજવ્યો હતો. IPL 2025ની તૈયારી માટે પ્રી-સીઝન કૅમ્પમાં જોડાયેલા મોટા ભાગના ફ્રૅન્ચાઇઝીના પ્લેયર્સે એકબીજાને રંગીને મજાક-મશ્કરી કરી હતી. લખનઉ સુપર જાયન્ટ્સના કોચ જસ્ટિન લૅન્ગર જેવા કોચિંગ સ્ટાફના સભ્યો પણ અનોખો લુક બનાવીને બૉલીવુડનાં ગીતો પર ઝૂમ્યા હતા. લખનઉનો કૅપ્ટન રિષભ પંત આ તહેવારના અવસર પર પહેલી વાર વાઇસ-કૅપ્ટન નિકોલસ પૂરન સહિતના સાથી પ્લેયર્સને મળ્યો હતો. દેશી-વિદેશી પ્લેયર્સના આ ધુળેટીના ફોટો સોશ્યલ મીડિયા પર વા​ઇરલ થયા હતા.

16 March, 2025 07:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટરોએ ઉજવી હોળી 2025 (તસવીર સૌજન્ય: મિડ-ડે)

IPL 2025 પહેલા ક્રિકેટરો હોળી રમવામાં મગ્ન! જુઓ આ આનંદના પળોની તસવીરો

આ વર્ષે હોળી એક જોવાલાયક દૃશ્ય બની ગયું, જ્યાં વિશ્વભરના ક્રિકેટરો રાષ્ટ્રીયતા અને સમુદાયોથી આગળ વધીને, રંગોના તહેવારનો આનંદ માણી રહ્યા હતા. (તસવીર સૌજન્ય: મિડ-ડે)

15 March, 2025 07:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

કૅનેડામાં બલોચ પાકિસ્તાન વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા

કૅનેડામાં બલોચ પાકિસ્તાન વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા

કૅનેડાની બલોચ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ દ્વારા ડૉ. મહરાંગ બલોચ અને BYC નેતાઓની ગેરકાયદેસર અટકાયત સામે લોન્ગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન ટોરોન્ટોમાં યોજાયો હતો અને 12 એપ્રિલે ડૉ. મહરાંગ બલોચની તાત્કાલિક મુક્તિની માગણી કરતા સેંકડો પ્રદર્શનકારીઓ તેમાં જોડાયા હતા. પ્રદર્શનકારીઓએ કૅનેડિયન સરકારને વિનંતી કરી હતી કે તેઓ ડૉ. મહરાંગ બલોચ અને અન્ય બલોચ કાર્યકરોને મુક્ત કરવા માટે પાકિસ્તાન સરકાર પર દબાણ કરે. અગાઉ બલુચિસ્તાન હાઇ કોર્ટે 11 એપ્રિલે મહરાંગ બલોચની અટકાયતને પડકારતી અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.

14 April, 2025 02:15 IST | Canada
IPL 2025: ઉદ્ઘાટન સમારોહ શરૂ થતાં જ, BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કહ્યું...

IPL 2025: ઉદ્ઘાટન સમારોહ શરૂ થતાં જ, BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કહ્યું...

IPL ૨૦૨૫ આજે કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં શરૂ થઈ રહી છે. કૉંગ્રેસના સાંસદ અને BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ ઉદ્ઘાટન સમારોહ માટે પહોંચતા પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, "IPLની ૧૮મી સીઝન આજથી શરૂ થઈ રહી છે. ૧૮ વર્ષ થઈ ગયા છે, અને આજે કોલકાતામાં તેની ઉદ્ઘાટન મેચ છે. IPL દર વર્ષે આગળ વધી રહી છે તેનો પ્રભાવ વધતો રહે છે, તેના દર્શકો વધતા રહે છે, અને તેનો ક્રેઝ વધતો રહે છે. આ વખતે પણ, IPLનો ક્રેઝ બમણો થશે, અને તે ખૂબ જ વધારે હશે. લોકો માત્ર મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં આવી જ નથી રહ્યા પરંતુ તેના માટે ખૂબ જ ઉત્સાહિત પણ છે. તેથી મને લાગે છે કે આ સીઝન પણ ખૂબ જ સફળ રહેશે અને આજની મેચ ખૂબ જ રોમાંચક રહેશે..."

22 March, 2025 05:13 IST | New Delhi
રશિયા-યુક્રેનના સંઘર્ષમાં રાજદ્વારી, ભારતની ભૂમિકા વિલિયમ્સની સુરક્ષિત વાપસી

રશિયા-યુક્રેનના સંઘર્ષમાં રાજદ્વારી, ભારતની ભૂમિકા વિલિયમ્સની સુરક્ષિત વાપસી

કોંગ્રેસ સાંસદ શશી થરૂરે રશિયા-યુક્રેન સંઘર્ષ વિશે વાત કરી, અને ભાર મૂક્યો કે વડા પ્રધાન મોદીએ સતત રાજદ્વારી ઉકેલને ટેકો આપ્યો છે. થરૂરે નોંધ્યું કે જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પુતિન વચ્ચે ચર્ચા થઈ છે, ત્યારે શાંતિ પ્રક્રિયામાં ફક્ત બે નેતાઓ વાતચીત કરતા વધુ હોય છે - તેમાં તમામ પક્ષો, ખાસ કરીને યુક્રેન, સામેલ થવાની જરૂર છે. તેમણે ભાર મૂક્યો કે સંઘર્ષમાં મુખ્ય કલાકારો તે છે જે સીધા જમીન પર રોકાયેલા છે અને જેઓ શસ્ત્રો પૂરા પાડે છે. ભારતની ભૂમિકા અંગે, થરૂરે ઉલ્લેખ કર્યો કે ભારતને હજુ સુધી હસ્તક્ષેપ કરવા માટે કહેવામાં આવ્યું નથી, અને દેશે આમંત્રણ ન મળે ત્યાં સુધી રાહ જોવી જોઈએ અને અવલોકન કરવું જોઈએ. તેમણે ઉમેર્યું કે ભારતનો શાંતિ જાળવણીનો લાંબો ઇતિહાસ છે પરંતુ કોઈપણ સંડોવણી કરારની વિશિષ્ટતાઓ પર આધારિત રહેશે. નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સના પૃથ્વી પર પાછા ફરવા પર, થરૂરે રાહત અને ગર્વ વ્યક્ત કર્યો, ભાર મૂક્યો કે ભલે તેમનો જન્મ ભારતમાં થયો ન હતો કે ઉછેર થયો ન હતો, પરંતુ ડાયસ્પોરા દ્વારા દેશ સાથેના તેમના જોડાણે તેમના પાછા ફરવાને વધુ ખાસ બનાવ્યું.

19 March, 2025 06:32 IST | New Delhi
સાઉદી અરેબિયામાં વાટાઘાટો પહેલા રાષ્ટ્રપતિ ઝેલેન્સકી મોહમ્મદ સલમાનને મળ્યા

સાઉદી અરેબિયામાં વાટાઘાટો પહેલા રાષ્ટ્રપતિ ઝેલેન્સકી મોહમ્મદ સલમાનને મળ્યા

11 માર્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીનું સાઉદી અરેબિયાના પીએમ મોહમ્મદ ઇબ્ને સલમાનને મળ્યા ત્યારે તેમનું ભવ્ય અને ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. સાઉદી અરેબિયા યુક્રેન અને યુએસ અધિકારીઓ વચ્ચે રાજદ્વારી વાટાઘાટો માટે એક પ્લેટફોર્મનું આયોજન કરી રહ્યું છે.

11 March, 2025 09:11 IST | Riyadh

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK