અમદાવાદમાં આમને-સામને એક-એક મૅચ જીતી છે બન્ને ટીમ: ગુજરાત છમાંથી માત્ર એક મૅચ હાર્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત આ મૅચમાં રાજસ્થાનની ટીમ હોમ ટીમ ગુજરાત સામે પોતાનો રેકૉર્ડ સુધારવાનો પ્રયત્ન કરશે.
અમદાવાદમાં પ્રૅક્ટિસ-સેશન
IPL 2025ની ૨૩મી મૅચ આજે ગુજરાત ટાઇટન્સ (GT) અને રાજસ્થાન રૉયલ્સ (RR) વચ્ચે રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત આ મૅચમાં રાજસ્થાનની ટીમ હોમ ટીમ ગુજરાત સામે પોતાનો રેકૉર્ડ સુધારવાનો પ્રયત્ન કરશે. ગુજરાતની ટીમ આ હરીફ ટીમ સામે છમાંથી માત્ર એક મૅચ હારી છે. અમદાવાદના આ સ્ટેડિયમમાં બન્ને ટીમ વચ્ચે બે મૅચ રમાઈ હતી જેમાં બન્નેએ એક-એક જીતી છે. વર્તમાન સીઝનમાં સળંગ છેલ્લી ત્રણ મૅચ જીતનાર ગુજરાત આજે જીતનો ચોગ્ગો મારવા ઊતરશે, જ્યારે રાજસ્થાન જીતની હૅટ-ટ્રિક
સાથે વિજયરથ આગળ વધારવાનો ટાર્ગેટ રાખશે.
બન્ને ટીમ આ મૅચમાં પોતાની બોલિંગની ખામીઓ દૂર કરવાનો પ્રયાસ કરશે. ગુજરાતના સ્ટાર સ્પિનર રાશિદ ખાન અને અનુભવી ફાસ્ટ બોલર ઇશાન્ત શર્માનું ખરાબ ફૉર્મ તેમના માટે ચિંતાનો વિષય છે, જ્યારે રાજસ્થાનમાં ફાસ્ટ બોલર સંદીપ શર્મા સિવાય તેમની ટીમનો કોઈ પણ બોલર દરેક મૅચમાં શાનદાર પ્રદર્શન કરી શક્યો નથી. પંજાબ કિંગ્સ સામેની છેલ્લી મૅચમાં ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે પચીસ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી અને ટીમ તેની પાસેથી આગળ પણ આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખશે. રાજસ્થાનના ઇન્જર્ડ હેડ કોચ રાહુલ દ્રવિડ સાથે હળવા મૂડમાં વાતચીત કરતો ગુજરાતનો હેડ કોચ આશિષ નેહરા. અમદાવાદમાં પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન રાજસ્થાનના કૅપ્ટન સંજુ સૅમસન સાથે વાતચીત કરતો ગુજરાતનો સ્પિનર રાશિદ ખાન.
|
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
કુલ મૅચ |
૦૬ |
|
GTની જીત |
૦૫ |
|
RRની જીત |
૦૧ |
ADVERTISEMENT


