રાજસ્થાન રૉયલ્સના કૅપ્ટન સંજુ સૅમસને ૧૫૯ ઇનિંગ્સમાં આ રેકૉર્ડ બનાવ્યો હતો, જ્યારે રાહુલે માત્ર ૧૨૯ ઇનિંગ્સમાં આ કમાલ કરી છે.
કેએલ રાહુલ
શનિવારે ગુજરાત ટાઇટન્સ સામેની મૅચમાં દિલ્હી કૅપિટલ્સના અનુભવી બૅટર કે. એલ. રાહુલે પોતાની ૨૦૦ IPL સિક્સર પૂરી કરી હતી. તે આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય અને ઓવરઑલ અગિયારમો ક્રિકેટર બન્યો છે.
આ સાથે જ તે સંજુ સૅમસનનો રેકૉર્ડ તોડીને IPLમાં ફાસ્ટેસ્ટ ૨૦૦ સિક્સર ફટકારનાર ભારતીય બૅટર બન્યો છે. રાજસ્થાન રૉયલ્સના કૅપ્ટન સંજુ સૅમસને ૧૫૯ ઇનિંગ્સમાં આ રેકૉર્ડ બનાવ્યો હતો, જ્યારે રાહુલે માત્ર ૧૨૯ ઇનિંગ્સમાં આ કમાલ કરી છે. ઓવરઑલ તે આ લિસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝના ઑલરાઉન્ડર્સ ક્રિસ ગેઇલ (૬૯ ઇનિંગ્સ) અને આન્દ્રે રસેલ (૯૭ ઇનિંગ્સ) બાદ ત્રીજા ક્રમે છે.


